Back

રાજકોટ-જામનગર-જુનાગઢ-પોરબંદર એમ ૪ જીલ્લાઓમાંથી બાઈક ચોરી કરતા ૩ શખ્સોને ધોરાજી પોલીસે ઝડપી પાડ્યા.

રાજકોટ જીલ્લાના પોલીસ અધીક્ષક સાહેબ તેમજ એસ.પી સાહેબ દ્વારા વણ શોધાયેલ મીલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અંગે આપેલી સુચના અનુસાર ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલને ખાનગી રાહે મળેલી હકીકતના આધારે રાજકોટ ગ્રામ્ય સ્ટાફે ધોરાજીના ૩ ઈસમો (૧) હુશેન પઠાણ જાતે સિપાહી રહેવાસી ધોરાજી, (૨) મોહસીન સમા જાતે ખાટકી રહેવાસી ધોરાજી, (૩) હુશેન કુરેશી જાતે મતવા રહેવાસી ધોરાજી એમ આ ત્રણેય શખ્સોને ચોરીની ૧૫ બાઈકો સાથે સાથે મોબાઈલ નંગ ૩ જેમની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ ટોટલ મુદ્દામાલ રૂપિયા ૩,૦૮,૦૦૦ સહિત પકડી સી.આર.પી.સી કલમ ૪૧ (૧) ડી. ૧૦૨ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..