Back

મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં અનેક સેવાકીય – ધાર્મિક – સામાજિક પ્રવુતિઓમાં કાર્યકરો સાથે સક્રિય ભાગ લેતા ધારાસભ્ય મેરજા

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં પોતાના મતવિસ્તાર મોરબી શહેર, તાલુકા અને માળીયા (મીં) પંથકનો કાર્યકરોને સાથે રાખીને વ્યાપક પ્રવાસ ખેડી જુદી જુદી સેવાકીય, ધાર્મિક અને સામાજિક પ્રવુતિઓમાં સક્રિય ભાગ લીધો હતો.

મોરબી  ખાતે વાઘાણી વાડીમાં સતવારા સમાજના ડાભી પરિવાર યોજીત શ્રી રામચરિત માનસ કથામાં પૂર્વ ધારાસભ્ય ગોકળદાસ પરમાર, કબીરધામના પ્રણેતા શિવરામબાપુની પ્રેરક ઉપસ્તીથીમાં કથાના પ્રારંભે ડોં. કંઝારીયા સાથે આધ્યાત્મિક પ્રવચન કર્યું હતું. કેનાલ રોડ ઉપર  ગિરિબાપુની શિવકથામાં જ્ઞાનનું રસપાન કર્યું હતું. ઓમ પાર્ટી પ્લોટમાં ધારોડિયા પરિવાર યોજીત કથામાં, વિરાટનગર ખાતે કાચરોલા પરિવાર યોજીત ભાગવત કથામાં, ઉમિયા શાક માર્કેટ સામે અઘારા પરિવાર યોજીત સ્વામી જગત પ્રકાશજીની કથામાં, રંગપર ખાતે ઝાલા પરિવાર તેમજ અણિયારી ખાતે બાવરવા પરિવારમાં સામાજિક સધિયારો પાઠવવા રૂબરૂ મુલાકાતો કરી હતી.


મોરબી સામાકાંઠે રોટરી રિડર્સ ક્લબના પુસ્તક પરબની પણ કામગીરી પ્રત્યક્ષ નિહાળી આયોજકોને ધન્યવાદ પાઠવ્યા હતા. અગનેશ્વર મંદિરે ચાલતા યજ્ઞમાં ભાગ લીધો હતો. મોરબીના પરશુરામ ધામની આરતીમાં ભાગ લઈ બ્રહમસમાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તદુપરાંત પયંબર સાહેબના જુલૂસમાં પણ જોડાયા હતા. નવલખી રોડ ઉપર આવેલ ત્રીદેવ મંદિરમાં દર્શન કરી ત્યાં યોજાયેલ ગાંધી પરિવારના સામાજિક મેવાડામાં સહભાગી થયા હતા. ઉમિયા સોસાયટીમા વાસ્તુ મુર્હત અને યજ્ઞ તેમજ સાવસર પ્લોટમાં ડોં. અક્ષય ધોરિયાણીની ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યકર્મમાં તેમજ મહેન્દ્રનગર ગામે અગ્રણીઓ સાથે સામાજિક મુલાકાત લીધી હતી. સામાકાંઠાના રસ્તાઓના પ્રશ્ને શ્રી સુરેશભાઇ શિરોહિયા અને શ્રી હરિભાઇ રાતડીયાને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરી હતી.  

માળીયા (મીં) ના દેવગઢ ગામે શક્તિ પીઠના ધાર્મિક અવસરમાં સહુભાગી થયા હતા. જશાપર ગામે કાનગડ પરિવાર આયોજિત ભાગવત કથામાં પણ સામેલ થયા હતા. તદુપરાંત ખેડૂત સંમેલનને સફળ બનાવવા સરવડ અપતેશ્વર મંદિરથી આગેવાનો સાથે આયોજનમાં ઉપસ્થિત રહી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી આર.કે.પારજિયા, શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી ઈકબાલભાઈ ઝેડા તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રી ધર્મેન્દ્રભાઈ બકુતરા સાથે માળીયા (મીં), જાજાસાર, મોટી બરાર, નાની બરાર, માણાબા, વિજયનગર, સુલતાનપુર, ચિખલી, વિશાલનગર વિગેરે ગામોનો પ્રવાસ ખેડી કમૌસમી વરસાદથી થયેલ નુકશાનીની વિગતો ખેડૂતો પાસેથી જાણી હતી. રાસંગપરના ખેડૂતશ્રી અવચરભાઈના ખેતરે જઈ જાત માહિતી મેળવી હતી. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હંસરાજભાઇ પાંચોટિયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી કે.ડી.પડસુંબિયા, તાલુકા પંચાયત સભ્યશ્રી લાભૂભાઈ અઘારા, શ્રી દિલીપભાઇ અંદર્પા, શ્રી મહેન્દ્રભાઇ ઝાલા સાથે મોરબી તાલુકાનાં ઝીકિયાળી, ચકમપર, લક્ષ્મીનગર, કેશવનગર, જેતપર (મચ્છુ), જશમતગઢ, શાપર અને શક્તિનગરનો પ્રવાસ ખેડી પ્રશ્નોની જાણકારી મેળવીને તેના ઉકેલ માટે લાગતાં વળગતા ખાતાને જણાવ્યુ હતું. ઝીકિયાળી ફિડરમાં ખેતી માટે દીવસે કલાક વીજળી મળે તે પ્રશ્ને પરિણામલક્ષી કામગીરી કરી હતી. માળીયા (મીં) તાલુકાની .ટી.વી.ટી. ની મીટિંગમાં ભાગ લઈ ડેપ્યુટી કલેક્ટરશ્રી તેમજ તાલુકા પ્રમુખશ્રી સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. આમ મતવિસ્તારમાં ઝીણી ઝીણી બાબતો અને નાનામાં નાના કાર્યકરો સાથે કાર્યકમોમાં જોડાઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ઘનીષ્ઠ લોક સંપર્ક કેળવીને પ્રજાને ઉપયોગી થવા પ્રવાસ કરી રહ્યા છે.                      

 

 

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..