Back

વિજાપુર ના મણિપુરાગામે ઉમીયા માતાના લક્ષચંડી યજ્ઞ અંતર્ગત રથ નુ આગમન થતા સ્વાગત કરાયુ

વિજાપુર મણિપુરા ગામે  ઉમીયા માતા ના લક્ષચંડી યજ્ઞ ના કાર્યક્રમ ને લઇને રથ નો સ્વાગત કરાયુ

વિજાપુર તા ૧૯ નવેમ્બર ૨૦૧૯ મંગળવાર

સૈયદજી બુખારી ( વાત્સલ્ય ન્યુઝ વિજાપુર )

વિજાપુર માં મણિપુરા ગામે મા ઉમીયા માતાના  લક્ષચંડી યજ્ઞ માટે આમંત્રણ પાઠવવા ઉમીયામાતા નો રથ મણિપુરા ગામે આવી પોહચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ કડવા પાટીદાર સમાજ ની કુળદેવી મા ઉમીયાના લક્ષચંડી યજ્ઞ મા પધારવા માટે ઠેરઠેર આમંત્રણ પાઠવવા આવી રહયા છે ત્યારે પાટીદાર સમાજ અને અન્ય સમાજ ના લોકો ના આગેવાનો ને પણ આમંત્રણ ઉમીયા માતા સંસ્થાન ઊંઝા વતી આપવામાં આવ્યું હતું ઉમીયા માતા નો રથ ટીબી રોડ ઉપર આવી પોહચતા મહિલાઓ તેમજ યુવા વર્ગ તેમજ બાળકો ડીજે ના તોલે  ગરબા રમવા માટે ઝુમી ઉઠ્યા હતા ઉમીયા માતા નો રથ રામજી મંદીર  મણિપુરા ગામે પ્રવેશતા સમાજ ના લોકોએ ઉમળકાભેર રથ નુ સ્વાગત કર્યું હતુ તાલુકા ના પાટીદાર સમાજ ના આવરી લેતા તમામ ગામો માં કંકોત્રી વિતરણ કારી આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ

વિજાપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..