Back

ભુજ ના હમીરસરોવર માં થઇ રહેલા કાર્ય બાબતે મંદિરના સ્વામીએ જનતાને ગેર માર્ગે ન દોરાવવા કરી અપીલ

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


રિપોર્ટ : બિમલ માંકડ


ભુજ ના હમીરસરોવર માં થઇ રહેલા કાર્ય બાબતે મંદિરના સ્વામીએ જનતાને ગેર માર્ગે ન દોરાવવા કરી અપીલ


સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેરમાં અનેક સારા કર્યો કરાયા છે અને આ કાર્ય પણ વ્યવસ્થિત કરી આપવા ની કરાઈ વાત


ભુજના અને સમગ્ર દેશમાં વસતા કચ્છીઓના પ્રાણ સમાં હમીરસરોવરમાં થઇ રહેલા ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા કૃષ્ણાજી પુલ તરફથી વોક વે તરફ એક રેતી નાખીને પુલ બનાવવામાં આવ્યો હોવાની ઘટનાને પગલે નાગરિકોમાં કચવાટ ઉઠવા પામી છે ત્યારે આ બાબતે અમારા માધ્યમ દ્વારા મંદિરની મુલાકાત લેવાઈ હતી ત્યારે ભુજ મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં આવનારા દિવસોમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું સાત દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવનાર છે જેમાં કચ્છ સહિત દેશ વિદેશમાંથી અનેક હરિભક્તો ઉમટશે જેની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રસિધ્ધ હમીરસરોવરમાં એક પુલ બનાવવામાં આવ્યું છે જેની તંત્ર પસેથી પૂર્વ મંજૂરી મેળવીને આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્ણ થતાંજ આ તમામ દબાણ જેવું ઉભું કરવામાં આવેલ અવરોધ હટાવી દઈને જેવું હતું તેનાથી પણ વ્યવસ્થિત કાર્ય કરી આપવા પોતાની કટિબદ્ધતા દેખાડી હતી અને જનતાને અપીલ કરવામાં આવી હતી કે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શહેરમાં તળાવ અને અન્ય બીજા અનેક કર્યો કરવામાં આવ્યાં છે ત્યારે મંદિરની આવી હીન પ્રવૃત્તિ કરવામાં અને નાગરિકોની લાગણી દુભાવવાનું કોઈ કાર્ય નહીં કરાય તેવી વાત કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આ દેખાતા દબાણ જેવા પુલને હટાવી લેવામાં આવશે અને હમીરસરોવર પ્રેમી જનતાને નમ્ર અપીલ કરાઈ હતી કે આવી કોઈજ અફવા તરફ ન દોરાય અને ધર્મના કાર્યમાં સાથ સહકાર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત ગ્રંથને બસ્સો વર્ષ પૂર્ણ થવાના હોઈ જે કાર્ય હાથ ધરવામાં આવેલ છે અને આ મહોત્સવ પૂર્ણ થતાંજ હમીરસરોવરને હતું તેનાથી પણ સ્વચ્છ અને સુંદર કાર્ય મંદિર તરફથી કરી આપવા કટિબદ્ધતા દર્શાવી હતી અને કોઈજ અફવા તરફ ન દોરાવવા ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશ  સ્વામીએ જાહેર જનતાને નમ્ર અપીલ કરી હતી

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..