Back

ઝઘડિયા તાલુકાના ના કાંટીદરા ગામે શેરડીના ખેતરમા થી 8ફૂટ લાંબો અજગર ઝડપાયો

ઝઘડિયા તાલુકાના ના કાંટીદરા ગામે શેરડીના ખેતરમા થી 8ફૂટ લાંબો અજગર ઝડપાયો


વનવિભાગના માર્ગદર્શન હેઠળ સેવ અેનિમલની ટીમે અજગરને ઝડપી પાડ્યો


ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસેના કાંટીદરા ગામે શેરડી ના ખેતર મા શેરડી કટિંગ દરમિયાન મજુરોને અજગર દેખાતા ખેતર માલિક વિનેશ ભાઈ વસાવાએ વન વિભાગ ને જાણ કરતા સેવ એનિમલ ની ટીમને જાણ કરવામાં આવતા ટીમના સભ્યો ઘટના સ્થળ પર પોહચી આવ્યા હતા અને અંદાજિત 16 કિલોવજન  અને 8 ફૂટ લાંબો અજગર ને પકડી પાડ્યો હતો



સેવ એનિમલ ટીમે અજગર ને સુરક્ષિત રીતે પકડીને વનવિભાગ સોંપ્યો હતો  વનવિભાગ દ્વારા  અજગર ને સલામત સ્થળે વન્ય વિસ્તારમાં છોડવામાં અાવશે તેમ જણાવ્યું હતુ



ઝઘડીયા વનવિભાગના આર.એફ.ઓ.વિજય ભાઇ તડવી,સામાજીક વનીકરણ વિભાગના આર.એફ.ઓ. એમ.બી.નિનામા,રાજપારડી ના રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવાના માર્ગદર્શન હેઠળ સેવ અેનીમલ ટીમના કમલેશ વસાવા,અરવિંદ વસાવા, દિપક માલી,સુનિલ શર્મા, તેમજ તેમના સહયોગી રાજપારડીના રવિન્દ્ર વસાવાએ શેરડીના ખેતરમાંથી મળી આવેલ અજગરને ઝડપી પાડવા ઝહેમત ઉઠાવી હતી અને અજગરને સલામત રીતે ઝડપીને વનવિભાગને સુપરત કર્યો હતો




રિપોર્ટ : ઈરફાન ખત્રી

રાજપારડી / ઝઘડિયા

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..