Back

નાનીઝરી ગામમાં તેમજ ડાયરા ફળીયા માં વિકાસના કામોને વેગ.

  દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામમાં તેમજ ડાયરા ફળીયા માં ઘણા સમયથી વંચિત એવાં લાભાર્થીઓને આર.સી.સી.રોડ નો લાભ મળતા સ્થાનિક લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 

 દેવગઢ બારીઆ તાલુકા ના નાનીઝરી ગામના ડાયરા ફળીયામાં પાછલાં ઘણાં સમયથી વિકાસથી વંચિત પોતાના ઘર આંગણામાં ચોમાસાની સિઝનમાં વરસાદ નું પાણી ભરાય જવાનાં કારણે આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો. તેથી ગામના સરપંચ શ્રી હિંમતભાઈ દ્વારા તાલુકા કક્ષાએ રજુઆત કરી તેને મંજુર કરાવી તેઓની મહેનત રંગ લાવી હોય તેમ જોતાં સ્થાનિક લોકો માં ખુશી ની લહેર જોવા મળી હતી. 

 વાત્સલ્ય ન્યુઝ 

 દેવગઢ બારીઆ