Back

ભરૂચ ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ

આજરોજ ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઈન્દિરા ગાંધી એક મહાન રાજનેત્રી હોવાની સાથે જ દ્રઢ ચરિત્રવાળી મહિલા હતા જે માટે તે ફક્ત ભારતમાં જ નહી પણ વિશ્વના અનેક હ્રદયોમાં રાજ કરતી હતી તે બાળપણથી જ પ્રિયદર્શનીના નામથી પણ જાણીતી હતા ઈન્દિરા ગાંધીજીનો જન્મ 19 નવેમ્બર 1917 માં ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ શહેરમાં થયો હતો ઇન્દિરા ગાંધી એ ગાંધી પરિવારમાં જન્મ્યા હતા જે પૂર્ણ રૂપથી દેશની સેવા માટે સમર્પિત હતો બાલ્યાવસ્થામાં જ ઉચ્ચસ્તરના રાજનીતિક વાતાવરણનો પ્રભાવ મોટી હદ સુધી તેમના જીવન ચરિત્રમાં જોવા મળ્યો હતો આજે પણ દેશના રાજકારણમાં ઇન્દિરા ગાંધીનું નામ માનભેર લેવામાં આવે છે પ્રખર રાજકારણી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ્રારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, પ્રવક્તા નાજુ ફળવાળા, શહેર પ્રમુખ વિક્કી શોકી, રાજેન્દ્રસિંહ રણા, સમસાદ અલી સૈયદ, સંદીપ માંગરોલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સ્વ. ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અને સૂતરની આટી અર્પણ કરવામાં આવી હતી આજના ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિતે તેમને યાદ કરવામાં આવ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..