Back

ભરૂચ પાલિકા દ્વારા ગાયોને પકડવા માટે આપેલ પેટા કોન્ટ્રાક્ટને રદ્દ કરવા ભરવાડ યુવા સંગઠે આપ્યું આવેદન

નગરપાલિકા દ્વારા ગૌ પાલકોની ગાયોને રખડતા ઢોર માની બેઠેલા નગરપાલિકા તેને પકડવા માટેનો કોન્ટ્રાક્ટ એક ખાનગી સંસ્થાને આપેલ છે જે પોતાના મનસ્વી વર્તનથી આ કાર્ય કરે છે અને ફક્ત અને ફક્ત દૂધ આપનારી ગાયોને જ પકડીપાડી પાંજરાપોળ ખાતે મોકલી મસમોટી રકમો ગૌપાલકો પાસેથી એઠવાનું કાર્ય પ્રકાશમાં બહાર આવ્યું છે જયારે પાંજરાપોળ એ ટ્રસ્‍ટ દ્વારા ચાલતી એક સંસ્થા હોવાથી તેમાં પણ ગેરનીતિ ચાલતી હોય તેવું માલુમ પડેલ છે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશનાં કારોબારી સભ્ય અને સમસ્ત માલધારી સમાજ દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનમાં ઉલ્લેખાયા મુજબ તેમના સમાજની આ માંગ છે કે આ પ્રકારનું તંત્ર જે ચાલી રહ્યું છે તે તદ્દન નિંદનીય છે અને પૈસા કમાવાનું આ એક સાધન ઉભું કરાયેલ છે તે અમારો સમાજ સાંખી લે નહીં કારણ કે અમારી આજીવિકાનું સાધનએ ગૌવંશ છે અને એના આધારે અમે અમારું જીવન વ્યતીત કરીએ છીએ ગામડાઓ શહેરમાં નથી આવ્યા પણ શહેર ગામડાઓની અંદર જતું રહેલ છે માટે અમારી ગૌચરની જગ્યાઓ અપૂરતી હોવાથી જ્યાં ઘાસચારો હોય ત્યાં અમારા ગૌવંશ અમારે ચરાવવા લઇ જવા પડે છે તો આ અરજીના અનુસંધાનમાં આપને અમે અનુરોધ કરીએ છીએ કે આ પ્રકારની ખોટી રકમો વસુલાત કરવા પર પણ અંકુશ મુકવામાં આવે તેવી વિનંતિ આ વેદનપત્ર મા કરાઇ હતી

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..