Back

પોઈચા નર્મદા કિનારે પાણીમાં ડૂબેલા સુરતના ત્રણ યુવાનો પૈકી બાકી બેના મૃતદેહો પણ મળી આવ્યા,

પોઈચા નર્મદા કિનારે પાણીમાં ડૂબેલા સુરતના ત્રણ યુવાનો પૈકી બાકી બેના મૃતદેહો પણ મળી આવ્યા,



રાજપીપળા : જુનેદ ખત્રી


સુરત થી નારણબલી ની વિધિ કરાવવા પોઈચા નર્મદા ઘાટ પર આવેલા જોશી પરિવાર ના 3 યુવાન પુત્રો નદીમાં ડૂબી જતાં લાપતા થયા બાદ બીજા દિવસે પણ ત્રણેય ના મૃતદેહ મળ્યા ન હોય NDRF ટિમ દ્વારા શોધખોળ ચાલુ રખાતા ત્રીજા દિવસે નિમેષ દીપક ભાઈ જોષી નો મૃતદેહ વરખડ પાસે થી મળી આવ્યો હતો ત્યારબાદ ચોથા દિવસે બાકીના બે પૈકી વૈભવ દીપકભાઈ જોષી નો મૃતદેહ માલસર (શિનોર) પાસેથી મળ્યો જ્યારે રવિ સુરેશભાઈ જોષીનો મૃતદેહ ચાણોદ પાસે ઝાડી માંથી મળી આવતા ત્રણેય ભાઈઓ ના ચાર દીવસે મૃતદેહ મળી આવ્યા હતા.ચોથા દિવસે ત્રણેય યુવાનોના અગ્નિ સંસ્કાર પોઈચા ખાતેના ત્રિવેણી સંગમ પર કરાયા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..