Back

નર્મદા : વઘરાલી ગામે દીપડાનો વન કર્મી પર હુમલો : વન કર્મી ઘાયલ

નર્મદા : વઘરાલી ગામે દીપડાનો વન કર્મી પર હુમલો : વન કર્મી ઘાયલ 


રાજપીપળા : જુનેદ ખત્રી


નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામે પાણી ખોરાક ની શોધમાં દીપડો રહેણાંક વિસ્તારમાં આવી ગયો હતો. જેમાં વઘરાલી ગામે રહેતા હીરાભાઈ તડવી ના ઘરમાં આગળના ભાગે ઘૂસી ગયો હતો જોકે તે સમયે હીરાભાઈ તડવીનો પરિવાર વાળમાં શાકભાજી તોડતો હતો ત્યાંથી જેવા ઘરમાં આવ્યા એ સમયે આગળના ભાગમાં કદાવર દીપડો બેઠેલો જોઈ ત્રાડ પાડી પરિવાર ત્યાંથી ભાગ્યું અને ગામમાં જાણ કરી ત્યાર બાદ સ્થાનિક આગેવાનો એ કેવડિયા રેન્જ ના RFO વી.પી. ધરિયા ને જાણ કરતા કેવડિયા રેન્જ ની ટીમ તાત્કાલિક દોડી ગઈ તેમના ઘર આગળ પાંજરું ગોઠવી દીપડાને ઝડપવા રેસ્ક્યુ કરતા શરૂ કર્યું હતું.


દીપડા ને વન વિભાગ પકડવા આવ્યું હોય જે જોવા માટે આખું ગામ ટોળે વળી ગયું, ભારે હીમ્મત દાખવી વન કર્મીઓ એ નજીક જઈ ખુંખાર દીપડાને પાંજરામાં ધકેલવા નો પ્રયાસ કર્યો ત્યારે ગભરાયેલ દીપડો પાંજરે પુરાયો પણ વન કર્મી બીટ ગાર્ડ અમ્રત બારીયા પાંજરાનો ગેટ બંધ કરવા જતા પાંજરું તોડી સીધો વન કર્મી અમ્રત બારીયા પર હુમલો કરી મોઢાના ભાગે અને છાતીના ભાગે પંઝા મારી જંગલ તરફ ભાગી ગયો. ઈજાગ્રસ્ત વન કર્મીને તાત્કાલિક ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લઇ જવાયા હતા, હાલ તેઓ સ્વસ્થ છે.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..