Back

પંચમહાલ.પાવાગઢ ખાતે વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણીનો પ્રાંરભ..

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





રાજ્યના ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાપત્યોની ઝાંખી દર્શાવતી તસ્વીરોની પ્રદર્શન ગેલેરી ખુલ્લી મુકાઈ


સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ એ આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક ધરોહર સમાન છે. જગત જનની માં કાલીનું શક્તિપીઠ ઉપરાંત ૧૪ તેમજ ૧૫ મી સદીના ઐતિહાસિક સ્મારકોની વિશાળ શ્રેણી પાવાગઢ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન છે. ત્યારે પાવાગઢ ખાતે આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ વિરાસત સાઇટની પ્રવાસીઓને વિસ્તૃત જાણકારી મળે એના પ્રત્યે પ્રવાસીઓ આકર્ષાય તેવા આશય સાથે મંગળવારથી વિશ્વ વિરાસત સપ્તાહ ની ઉજવણી શરૂ કરવામાં આવી હતી જેમાં પાવાગઢ સહિત રાજ્યભરના ઐતિહાસિક સ્થાપત્યોની ઝાંખી દર્શાવતી તસ્વીરો ની પ્રદર્શન ગેલેરી પંચમહાલ જીલ્લા સમહર્તા દ્વારા ખુલ્લું મુકાયું હતું.

    પાવાગઢ ખાતે 14 મી તેમજ 15 મી સદીના ઐતિહાસિક ૧૧૪ જેટલા સ્મારકો આવેલ છે. સન 2004માં પાવાગઢ ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યા બાદ 39 જેટલા સ્મારકો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ભારતીય પુરાતત્વ વિભાગ) ના તાબામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બાકીના ૭૫ સ્મારકો રાજ્ય સરકારના હસ્તક છે.

   ભારતીય પુરાતત્વ વિભાગમાં આવતા સ્મારકો ખાતે પ્રવાસીઓને આ અંગેની જાણકારી મળી રહે અને આ ઐતિહાસિક સ્મારકો નું મહત્વ સમજાય તેવા આશય સાથે પ્રતિવર્ષ તા 19 થી ૨૫ નવેમ્બર દરમિયાન વિશ્વ વિરાસત સપ્તાહ ની ઉજવણી પાવાગઢ ખાતે કરવામાં આવે છે.

    જે અંતર્ગત પાવાગઢ ખાતે આવે ઐતિહાસિક વારસો ધરાવતી જામાં મસ્જીદ ખાતે વિશ્વ વિરાસત સપ્તાહ જિલ્લા સમાહર્તા દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાવાગઢ સહિત રાજ્યભરના વિવિધ ઐતિહાસિક વારસો ધરાવતા સ્મારકો ના ચિત્રો ની પ્રદર્શન ગેલેરી પંચમહાલ જીલ્લા કલેક્ટર દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી. જ્યારે વિશ્વ વિરાસત સપ્તાહની ઉજવણી થતી હોય એ પ્રસંગને લઈને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંગળવારના રોજ પ્રવાસીઓ માટે તેઓના તાબા હેઠળ આવતા તમામ સ્મારકો નિહાળવા માટે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ વિરાસત સપ્તાહ ની ઉજવણીના ઉદઘાટન સમારોહ આ પ્રસંગ ને નિહાળવા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમજ હાલોલની ન્યૂ લુક સેન્ટ્રલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા  સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..