Back

ગોંડલના અનીડા ભાલોડી નજીકના કારખાનામાંથી મોબાઈલ ચોરનાર તસ્કર ઝડપાયો..

મોબાઇલ ફોન સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ટિમ

(કશ્યપ જોશી) :રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા દ્વારા  મિલકતવિરૂધ્ધના ગુન્હા ડિટેક્ટ કરવા સૂચનાઓ આપેલ હતી. 


જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પોલીસ ઇન્સ. મહેન્દ્રસિંહ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા અનીલભાઇ  ગુજરાતી તથા મહિપાલસિંહ જાડેજાનાને સંયુકતમાં મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકા વીસ્તારના ગુંદાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રઘુ ઉર્ફે દામો વાલજીભાઇ વાઘેલા(ઉ.વ. ૫૮ રહે. ગોંડલ, ગુંદાળા ચોકડી પાસે, ગેલેકસી હોટલના પાછળના ભાગે શ્રી ગણેશ પ્લાસ્ટીક નામના કારખાના પાસે સદર ઝુપડા મૂળ-જસપરા માંડવા તા. ઘોઘા જી. ભાવનગર તથા ગારીયાધાર તા. પાલીતાણા

જી.ભાવનગર વાળા) ને ગોંડલ તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં અનિડા ભાલોડી ગામ પાસેથી કારખાનામાં ચોરી કરેલ મોબાઇલ ફોન તથા અન્ય મોબાઇલ ફોન મળી કુલ પાંચ મોબાઇલ ફોન કુલ કિ.રૂ. ૨૦,૦૦૦/- સાથે પકડી પાડેલ છે.


આરોપીનો ગુન્હાહિત ઇતીહાસ બાબતે પીઆઇ મહેન્દ્રસિંહ રાણાએ પત્રકાર કશ્યપ જોશીને જણાવ્યું હતું કે,  ૨૦૦૮ ના વર્ષમાં રાજકોટ તાલુકા પો.સ્ટે માં અપહરણ તથા લુંટના ગુનામાં આ શખસ પકડાયો હતો અને પ તે ગુનામાં દશ વર્ષની સજા ભોગવી ચુક્યો છે.


રઘુને પકડવા માટે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પો.ઇન્સ.  એમ.એન.રાણા, પો.હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ  ગુજરાતી, મહિપાલસિંહ  જાડેજા,રવીદેવભાઇ બારડ, શક્તિસિંહ જાડેજા, દિવ્યેશભાઈ  સુવા, કૌશીકભાઇ જોશી વિગેરે દ્વારા જહેમત ઉઠવાઈ હોવાનું  બલરામ મીણા( જિલ્લા પોલીસ વડા, રાજકોટ) દ્વારા જણાવાયું હતું.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..