Back

સિધ્ધપુર સરકારી નર્સિંગ કોલેજમાં લંપટ આચાર્ય વિરુદ્ધ માં ચોથા દિવસે પણ હડતાળ યથાવત

મથુરજી ઠાકોર, સિદ્ધપુર

સિધ્ધપુર માં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં આચાર્ય વિરુદ્ધ વિદ્યાર્થીઓ રોષ ઘટવાને બદલે વધતો જોવા મળ્યો હતો.સતત ચોથા દિવસે પણ સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ આચાર્ય વિરુદ્ધ ના મુદ્દાઓ લઈને હડતાલ ચાલુ રાખી હતી. અને આચાર્યના પૂતળા બનાવીને પૂતળા દહન પણ કરવામાં આવ્યું હતું.ત્રીજા દિવસે સ્પેશ્યલ ગાંધીનગરથી ટીમે સિધ્ધપુર દોડી આવવું પડ્યું હતું. ગાંધીનગરથી નર્સિંગ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મયુર ડામોર અને ઋષિ પટેલ સિદ્ધપુર નર્સિંગ ઇન્ચાર્જ આચાર્ય તેમજ સુથાર ની ટીમ સિદ્ધપુર ખાતે આવી હતી. કોલેજના કોમ્યુનિટી હોલ ખાતે તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સાથે મીટિંગ કરી હતી જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ના તમામ કરતૂતો રજૂ કરવામાં આવ્યા હતા. એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આચાર્ય મહેન્દ્ર પટેલ ની બદલી સિધ્ધપુર થી વડોદરા ખાતે કરવામાં આવશે પરંતુ આ વાત વિદ્યાર્થીઓને કબૂલ નહોતી કેમકે એમનું એવું કહ્યું હતું કે આવા લંપટ આચાર્યની બદલી નહીં સસ્પેન્ડ થવા જોઈએ જો સરકાર દ્વારા આવું કરવામાં નહિ આવે તો ગુજરાત ભરમાં આનાથી પણ મોટા આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ આપવામાં આવી હતી.

સિદ્ધપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..