Back

ડાંગના નિંબારપાડા,બરમ્યાવડ અને બરડપાણી ગામની કુલ-૩ સહકારી મંડળીઓ રદ કરાઈ.

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ આહવાઃ તાઃ ૨૦ ઃ મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર,સહકારી મંડળીઓ, આહવા-ડાંગ દ્વારા ગુજરાત સહકારી મંડળીઓ ના કાયદાની કલમ-૨૦ અન્વયે ડાંગ જિલ્લાની કુલ-૩ મંડળીઓ રદ કરવામાં આવેલ છે.

(૧) શ્રી બરડપાણી વન વિકાસ સ.મં.લી. મુ.પો.બરડપાણી તા.આહવા,જિ.ડાંગ નો નોંધણી નંબર ઉ.જ.૧૪૬૩૦, તા.૧૪/૨/૨૦૦૭ થી મંડળી નોંધાયેલ હતી. (ર) શ્રી બરમ્યાવડ વન વિકાસ સ.મં.લી. મુ.પો.બરમ્યાવડ તા.આહવા,જિ.ડાંગ નો નોંધણી નંબર ઉ.જ.૧૪૬૩૧,તા.૧૪/૨/૨૦૦૭ થી મંડળી નોંધાયેલ હતી.(૩) શ્રી નિંબારપાડા વન વિકાસ સ.મં.લી. મુ.પો.નિંબારપાડા તા.આહવા,જિ.ડાંગ નો નોંધણી નંબર ઉ.જ.૧૪૬૩૭, તા.૧૪/૨/૨૦૦૭ થી મંડળી નોંધાયેલ હતી. આ મંડળીનું તા.૩૧/૩/૧૯ સુધીના સમયનું ઓડિટ થયેલ છે. ઉપરોક્ત મંડળીઓએ તેના રજીસ્ટ્રેશન પછી વ્યાજબી સમયની અંદર કોઇ પ્રવૃત્ત્િા હાથ ધરેલ નથી. તથા અન્ય ગંભીર વહીવટી ક્ષતિઓ ધ્યાને આવતા સહકારી કાયદાની કલમ-૨૦ હેઠળ મંડળીની નોંધણી રદ કરવાની દરખાસ્ત અને ભલામણ કરી હતી. આમુખ (ર) ની જોગવાઈ મુજબ સદર મંડળીઓને રદ કરવાનું ઉચિત જણાતા રદ કરવાનો હુકમ કરાયો છે.                                            

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..