Back

રાજુલાના યુવા આગેવાાન અજય શિયાળ દ્રારા રાજ્યનાા ચીફ સેક્રેટરીને પત્ર લખી કરી રજુઆત

  ન્યુજ

અમરેલી

રાજ્ય  દ્વારા કરવામાં આવેલા પ્રા. શાળાઓ મર્જ  કરવાનો નિર્ણય પરત ખેંચવા માંગ..

  યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી ને પત્ર લખીને રજૂઆત..

      રાજ્ય સરકાર દ્વારા ૩૦ થી ઓછી વિધાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓને નજીક ની પ્રાથમિક શાળામાં મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ અંગે સરકાર શ્રી સર્વ કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે આ નિર્ણય પરત ખેંચવા વિકટર નાં યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી ને પત્ર લખતાં જણાવ્યું હતું કે વિવિધ અખબારોની યાદી પર થી મળતી માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા ૩૦ કે ૩૦ થી ઓછી વિધાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક  શાળાઓ બંધ કરવામાં આવશે અને તે પ્રાથમિક શાળાને નજીકની પ્રાથમિક શાળામાં મર્જ કરી બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા દ્વારા લઈ જવામાં આવશે . આ બાબતે મર્જ થનાર શાળાના વિધાર્થીઓના હિતમાં આ પ્રમાણેની રજૂઆત છે . શિક્ષણ વિભાગ તથા ગુજરાત સરકાર ઉપરોકત વિષયે આ નિર્ણય લેવા લઈ જઈ રહી છે . તે અમારા માટે બહુ જ અન્યાયકર્તા છે . ગામમાં શાળા ન હોય તેની કલ્પના કરવી જ મુશ્કેલ છે, ગામમાં શાળા ન હોવી એ અંત્યત દુઃખદ બાબત છે. અમારા નાના - નાના બાળકોને ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એ બાળકોનો બંધારણીય હકક છે. તે બંધારણીય હકક પર આપ તરાપ મારી શકો નહીં. નાના - નાના બાળકોને કોઈના ભરોસે વાલીઓ બીજા ગામમાં મૂકવા કોઈ પણ સંજોગોમાં તૈયાર થશે નહીં . મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૭૪ તેમજ આર.ટી.ઈ. એકટ ૨૦૦૯ - ૨૦૧૦ તેમજ વખતો વખતના સુધારા સંદર્ભે ગુજરાત શિક્ષણ વિભાગના સરકારી પરીપત્રો અને ઠરાવોને નિયમોને આધિન કોઈપણ સંજોગામાં ૧ કિલોમીટરના અંતરમાં તેમજ ગામની હાલની પ્રાથમિક શાળાઓ બંધ કરી અને અન્ય ગામમાં મર્જ ન કરી શકાય તેવા પરીપત્રો થયેલ છે . તેમ છતાં શિક્ષણ વિભાગના સચિવશ્રી ડો . વિનોદ રાવ શ્રી ના નિવેદન મુજબ જો નિર્ણય પરત લેવામાં આવશે નહીં તો આ ગામોના બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત રહેશે તો એમની જવાબદારી કોની ? ઋતુ અનુસાર જયારે ચોમાસાનો સમય શરૂ થાય છે ત્યારે જો આપના દ્વારા આ નિર્ણય લેવામાં આવે તો મોટા ભાગની પ્રાથમિક  શાળાઓથી અન્ય શાળાઓ માં જવા માટે બને બાજુઓના રસ્તાઓ તરફ નદી નાળાઓ આવેલા હોવાથી વરસાદી ઋતુમાં વાહન વ્યવહાર કલાકો અને મોડી રાત્રી સુધી બંધ થઈ જતો હોય છે ત્યારે બાળકો મર્જ થયેલી અન્ય ગામની શાળામાંથી પોતાના ઘરે સમયસર પરત પોતાના વાલી પાસે પહોંચી ના શકે તો એ નાના બાળકોની મનોસ્થિત શું થઈ શકે એ આપ જાણો છો ? એ નાના નાના બાળકોના બાળમાનસ  પર કાયમી ડરથી પિડાઈ શકે અને આગામી ભવિષ્યમાં તેના બાળ માનસ પર ગંભીર અસર થઈ શકે છે . તેમજ અકસ્માતે રોડ પર કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ? ઉનાળાની ઋતુમાં ધોમધખતા તાપમાં અન્ય શાળામાંથી  ગામમાં આવ્યા બાદ ઘણાં બાળકોનું ઘર ગામથી દૂરના અંતરે ( વાડી વિસ્તાર ) આવેલ હોય ત્યાં કયારે પહોચે એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે . કુમળા બાળકને કોના ભરોસે વાહનમાં એકલું નિરાધાર મૂકિ દેવું ? આ નિર્ણયથી બાળકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડશે . હાલની શાળામાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યાં મુક્ત મને શાંતિથી અને સ્વસ્થતા તેમજ નિજાનંદથી ગુણવતા સભર અને સારા શૈક્ષણિક વાતાવરણમાં અભ્યાસ કરી રહ્યા છે . જો તે જ બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જશે તો તેમના માનસ પર તે શાળામાં સેટ થતાં ત્યાંના સહ અભ્યાસી સાથે ત્યાંના વાતાવરણમાં અનુકૂલન થવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે તેમ છતાં તે બાળક અન્ય શાળાના વાતાવરણમાં અનુકુલન થવામાં અસફળ થશે ત્યારે તેના બાળ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તે બાળકના ભાવિ શિક્ષણ પર ગંભીર નકારાત્મક અસર ઉત્પન થશે . બાળક પર આવી કોઈ જ નકારાત્મક અસર થાય તેમજ તેમનું પ્રાથમિક શિક્ષણનું ભવિષ્ય બરબાદ થાય તેવું ઈચ્છતા નથી. બાળકોનું પ્રાથમિક શિક્ષણ વધારે સારૂ બને તેથી હાલની જે શાળાઓમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે યોગ્ય છે અને તે જ શાળામાં  બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે એવી અમારી નમ્ર વિનંતી છે . તેમ છતાં જો આપના સાહેબ શ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવશે તો અમો દ્વારા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે  નાનાં-નાનાં બાળકોના શૈક્ષણિક હિતમાં આંદોલન કરવા માટે મજબૂર કરશો નહિ તેથી આપ સાહેબશ્રીને વિનમ્ર ભરી વિનંતી છે . તેમ છતાં અમારી લાગણી અને માંગણી જો આપના દ્વારા સ્વિકારવામાં આવશે  નહીં તો  બાળકોના બંધારણીય પ્રાથમિક શિક્ષણના હકક માટે ન્યાય પ્રક્રિયામાં જવા માટે મજબૂર કરશો નહિ ...

        શાળાઓ મર્જ કરવાનો નિર્ણય જો તાત્કાલિક અસરથી ( શાળામાં વિધાર્થીની સંખ્યા ધ્યાન માં લીધા વિના ) મોકુફ રાખવામાં નહિ આવે તો અમો દ્વારા નાનાં નાનાં બાળકોના શિક્ષણ નાં હિતમાં કાયદાકીય લડત લડવા ની ફરજ પડશે.તેની આપશ્રી દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવી આ સાથે તેમણે ઉગ્ર રજૂઆત કરતાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સહિતના અધિકારીઓને પત્ર દ્વારા રજૂઆત કરી હવે આગામી દિવસોમાં સરકાર દ્વારા નાનાં નાનાં બાળકોના હિતમાં આ નિર્ણય પરત ખેંચવામાં આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય બતાવશે...શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..