Back

ઉમા વિદ્યા સંકુલ દ્વારા ડેન્ગ્યુ સામે રક્ષણ, બાળકોનું કર્યું સુરક્ષા કવચ...

અહેવાલ - ભાવિક રૈયાણી

હાલ મચ્છરથી થતા રોગો અને બીમારીની પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે બાળકો આ રોજના ભરડામાં ન આવે, એકદમ તંદુરસ્ત રહે તે હેતુથી અર્બન હેલ્થ સેન્ટર - સો ઓરડીના SI શ્રી વાઘેલા અજયભાઈ. મકવાણા રાજુભાઇ અને નગરપાલિકાની ટીમ દ્વારા શાળાના તમામ રૂમ, ટોયલેટ, ઓફીસ, સ્ટાફરૂમ વગેરે જગ્યા પર ધુમાડો કરી મચ્છરના ઉદ્ભવ સ્થાનો નાશ કર્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ અઘારા અને સંચાલકશ્રી હિતેષભાઈ સોરીયાએ આરોગ્ય વિભાગ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..