Back

નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ફરી અવ્વલ

નર્મદા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ફરી અવ્વલ  



રાજેન્દ્ર હાઈસ્કૂલ ના દેવ શાહે 2019 ની ચિત્ર સ્પર્ધા માં પણ પ્રથમ નંબર મેળવી શાળા નું નામ રોશન કર્યા બાદ  હવે દક્ષિણ ઝોન કક્ષા એ ભાગ લેવા ભરૂચ જશે.



રાજ્ય સરકાર દ્રારા અગાઉ ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્ય ની સ્કૂલોમાં હરીફાઈઓ દ્રારા વિદ્યાર્થીઓમાં રહેલી આવડત બહાર લાવવા કલા ઉત્સવ સ્પર્ધા દ્રારા વક્તૃત્વ, નિબંધ, ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હોય રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ દ્રારા પણ આ સ્પર્ધામાં બાળકો એ ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધા માં રાજેન્દ્ર હાઈસ્કૂલ માં ધોરણ 11 અ માં અભ્યાસ કરતા દેવ શાહ એ એક સુંદર ચિત્ર દોરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યાર બાદ આજે ફરી જીલ્લા કક્ષાની નવી અલગ અલગ સ્પર્ધા કલા ઉત્સવ ના માધ્યમ થી યોજાઈ જેમાં પણ ચિત્ર સ્પર્ધા માં પ્રથમ નંબરે સતત બીજા રાઉન્ડ માં પણ રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા દેવ શાહ એ "પ્લાસ્ટિક મુક્ત ભારત" નું સુંદર મેસેજ આપતું એક ચિત્ર દોરી લોકો ને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો, દેવ શાહ ના આ ચિત્ર એ પણ જિલ્લા કક્ષા એ ફરી પ્રથમ સ્થાન મેળવી અગાઉ હેટ્રિક પ્રાપ્ત કરી ફરી શાળા નું નામ રોશન કર્યું હતું.શાળા પરિવારે દેવ શાહ ને અભિનંદન આપી બિરદાવ્યો હતો.



સમગ્ર સ્પર્ધા દરમિયાન ભદ્રસિંહ વાઘેલા,સંકલન સમિતિ અધિકારી,કમિશ્નર કચેરી,ગાંધીનગર, દારાસિંહ વસાવા, કેળવણી નિરીક્ષક,નર્મદા,ધર્મેન્દ્રસિંહ રાઠોડ,ઇન્ચા.આચાર્ય શ્રી એમ.આર વિદ્યાલય,રાજપીપળા,સી.એમ.નાયક, પ્રિન્સિપાલ,સરકારી હાઈસ્કૂલ,રાજપીપળા એ ખાસ હાજરી આપી જ્યારે સ્પર્ધા ના નિર્ણાયક તરીકે લલિત ભાઈ પરમાર,રશ્મિકાંતભાઈ પંડ્યા,ધનંજયભાઈ ભોલે, માછી સાહેબ,હરીશભાઈ પટેલ,રાજેન્દ્રભાઇ પટેલ અને દક્ષાબેન પટેલે યોગ્ય કૃતિઓ ને નંબર આપી તટસ્થ ભૂમિકા ભજવી હતી.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..