Back

શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક શાળા ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ .

શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક શાળા ખાતે શિનોર તાલુકા કાનૂની સેવા સમિતિ આયોજીત શિનોર બાર એસોસિએશન દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી...

વડોદરાના શિનોર તાલુકાના સાધલી ગામમાં આવેલી પ્રાથમિક શાળા ખાતે શિનોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજીત શિનોર બાર એસોસિએશન દ્વારા શાળાના છાત્રોને કાનૂન બાબતે અવગત કરાવવા માટે એક કાનૂની શિબિર યોજાઇ હતી. જેમાં બાળકોલક્ષી કાયદાઓ વિશે વરિષ્ઠ વકિલો દ્વારા સુંદર અને વિસ્તૃત છણાવટ સાથે માહિતી પુરી પડાઇ હતી. શાળાના છાત્રોએ પણ વકિલો દ્વારા કાનૂની માહિતીને ખુબ જ ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી કાનૂની માહિતી પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.


આયોજિત કાનૂની શિબિરમાં શિનોર બાર એસોસિયેશન પ્રમુખ એન.આર.પટેલ, મંત્રી આર.બી .પંચોલી, એડવોકેટ આર.સી.જોશી, એડવોકેટ જે.એસ.લુહાર, એડવોકેટ શ્રીમતી સાયરાબેન પઠાણ, એડવોકેટ. બી.જે.પટેલ દ્વારા બાળકોને લગતા કાયદાઓ વિશે શાળાના બાળકોને સલાહ આપવામાં આપી બાળકોને કાનૂની માહિતી પુરી પાડી હતી...


ફૈજ ખત્રી.

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..