Back

ઇંગ્લિશ દારૂનાં જંગી જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી રાજકોટ બાયપાસ રોડ પર ધુતારીની વાડી સામે રોડ પર હુંડાઇ વર્ના કાર નં.GJ-27-C-8668 ની ડેકીમાં ગે.કા. પાસ પરમિટ કે આધાર વગર ભારતીય બાનવટની પરપ્રાંતિય અંગ્રેજી દારૂની કાચની કંપનીસિલપેક ૭૫૦ મિલીની પાર્ટી સ્પેશ્યલ ડિલક્સ વ્હીસ્કી ની બોટલ નંગ-૧૯૦ કી.રૂ.૫૭,૦૦૦/- તથા હુંડાઇ વર્ના કાર કી.રૂ.૫,૦૦,૦૦૦/- તથા વિવો કંપનીનો મોબાઈલ ફોન નંગ-૧ કી.રૂ.૭,૦૦૦/- એમ કુલ કી.રૂ. ૫,૬૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નં.૧ પકડાઈ જતાં તથા આરોપી નં.૨ રેઈડ દરમ્યાન હાજર નહીં મળી આવતા ગુનો કરેલ હોય મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સામે ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓ (૧) રાજુભાઇ ઉર્ફે પાયલી લઘરાભાઈ લડખડીયા ઉ.વ.૩૫ ધંધો ડ્રાઈવિંગ રહે. પાટડી સરકારી ગેસ્ટ હાઉસ પાસે ઈન્દીરાપરૂ તા.પાટડી જી.સુરેન્દ્રનગર (૨) રાજુભાઇ ઉર્ફે રાજીયો હિતેષભાઈ નાંગહ ઉ.વ.૧૯ ધંધો મજૂરી રહે લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટ ની સામે મોરબી-૨ મૂળ શક્તિપરા તા.વાંકાનેર જી.મોરબી (અટક કરવા પર બાકી )

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..