Back

ટંકારા ખાતે શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ દ્વારા નિદાન કેમ્પનું આયોજન

ટંકારા ખાતે છેલ્લા પાંચ વર્ષથી અવિરત શ્રી રણછોડદાશજીબાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ – રાજકોટ દ્વારા આંખો ના રોગોનું નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કેમ્પ માં આંખના તમામ દર્દોનું નિદાન અને સારવાર તેમજ ઓપરેશનની જરૂરિયાત હોય તેવા કેસમાં રાજકોટ હોસ્પિટલમાં ફેંકો મશીન દ્રારા મોતિયાનું ઓપરેશન અને નેત્રમણિ પણ વિના મૂલ્યે મુકી આપવામાં આવે છે. એટલું જ નહીં જવા – આવવા માટે બસ ની સુવિધા પણ પુરી પડાશે જે પણ સાવ ફ્રી સેવા રહે છે…. આ કેમ્પ દર મહિનાની 6 તારીખે  ફૂલીયા હનુમાનજી મંદિર, દેરીનાકા પાસે – ટંકારા ખાતે સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાય છે.ગયા મહિને યોજાયેલ કેમ્પમાં ૧૬૪ લોકોએ ભાગ લીધો હતો જેમાંથી 19 દર્દીઓને મોતિયા માટે રાજકોટ મોકલવામાં આવેલ હતા અને ૪૦ દર્દીઓ ને આંખના નંબર કાઢી આપવામાં આવેલ હતા. આવનાર કેમ્પ આગામી ૬ ડિસેમ્બરના રોજ યોજાનાર છે તો ટંકારા તથા આસપાસના આંખના દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ સંપર્ક માટે ચંદ્રકાંત એમ કટારીયા 80003 28442, જ્યંતીલાલ ડી દુબરીયા 99783 33441, સુકેતુ બી રાવલ (ભોપલી ભાઈ)98790 18185, ભાવિનભાઈ સેજપાલ 85111 11444, લાલાભાઇ આચાર્ય 93694 55555 નો સંપર્ક કરવો

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..