Back

ભરૂચ ઝેરોક્ષની આડમાં બોગસ નોટરી કરવાનું કૌભાંડ એક આરોપી ઝડપાયો

ભરૂચ આર.ટી.ઓ કચેરીની બહાર ઝેરોક્ષની દુકાનમાં અગત્યના દસ્તાવેજોની કલર ઝેરોક્ષ કાઢી તેના પર નોટરીના બોગસ સિકકા મારી આપવાના કૌભાંડનો સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે પર્દાફાશ કરી એક આરોપીની ધરપકડ કરી છે સરકારી કચેરીઓની બહાર ઝેરોક્ષની દુકાનો અને કેબીનો ધમધમતી સૌ કોઇએ જોઇ હશે સરકારી કામકાજ માટે ઝેરોક્ષ અને નોટરી સહિત અનેક દસ્તાવેજોની જરૂર પડતી હોય છે ત્યારે કેટલાક ઝેરોક્ષ સંચાલકો ગેરરીતી આચરી અરજદારોને બોગસ દસ્તાવેજો આપી દેતાં હોય છે આવા જ એક ઝેરોક્ષ સેન્ટરનો ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપે પર્દાફાશ કર્યો છે પોલીસ સુત્રિય માહિતી અનુસાર ભરૂચના વડદલા ગામ નજીક આવેલી આર.ટી.ઓ કચેરીની બહાર મદની ઝેરોક્ષ નામનું કેબીન આવેલું છે કેબીનનો સંચાલક અને નંદેલાવ ગામમાં રહેતો શહેજાદ ઘંટીવાલા બોગસ નોટરી કરી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી પોલીસની ટીમે કેબીન પર છાપો મારતાં શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી આરોપી લાયસન્સ અને આર.સી બુક સહિતના દસ્તાવેજોની કલર ઝેરોક્ષ કાઢી તેના પર નોટરીના બોગસ સિકકા મારતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..