Back

હાલોલ જીઆઇડીસીમાં નવીઁન પોલીસ ચોકી ખુલ્લી મૂકાશે,મેડીકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનુ આયોજન

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે બાંધવામાં આવેલ નવીન પોલીસ ચોકી નું રવિવારે ઉદ્ઘાટન કરાશે જે અંતર્ગત જનતાના લાભાર્થે પંચમહાલ જીલ્લા પોલીસ પરિવાર અને લાયન્સ કલબ ઓફ હાલોલના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેગા મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં વડોદરા ની  હોસ્પિટલના નિષ્ણાંત તબીબ તથા તેમની ટિમ, નારાયણ હોસ્પિટલ તાજપુરાના નિષ્ણાંત તબીબો તેમજ તેમની ટીમ અને હાલોલ ના નિષ્ણાંત તબીબો ફ્રી મેડિકલ સેવાઓ આપશે.

     હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે આવેલ પુરાની આઉટ પોસ્ટ પોલીસ ચોકી તોડી નવીન આધુનિક પોલીસ ચોકી બનાવવા આવી છે. જેનુ કામ  પૂર્ણ થતા  રવિવારે લોકાર્પણ કરવામાં હોવાનું જાણવા મળે છે.  આ પ્રસંગે પંચમહાલ જીલ્લા પોલિસ વડા સહિત જીલ્લાના તથા હાલોલના  ઉચ્ચ પોલીસ અધિકારીઓ  તેમજ અન્ય મહાનુભવો ઉપસ્તીથ રહેશે નવીન પોલિસ ચોકીના લોકાર્પણ ના  પ્રસંગે પંચમહાલ જીલ્લા પોલિસ પરિવાર અને લાયન્સ કલબ ઓફ હાલોલના સંયુક્ત ઉપક્રમે એક ફ્રી  મેગા મેડિકલ કેમ્પ તેમજ મોટા પાયે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ કેમ્પ મા  વડોદરા, તાજપુરા,તથા હાલોલના નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ દ્વારા નિઃશુલ્ક તપાસ કરવામા આવશે જરૂરીઆત મુજબ ની દવા ઓ પણ નિઃશુલ્ક આપવામા આવશે તેમજ નીચે મુજબ ની તમામ રોગો ની તપાસવા મા આવશે ડાયા બિટિશ ની તપાસ બહેરાશ નિવારણ માટે તેમજ  જન્મ જાત બહેરાશ માટે કોક્લીયર ઇંપ્લાનટ ઓપરેશન નુ માર્ગદર્શન ,હાડકા ને લગતા રોગો ની તપાસ ,સ્ત્રી રોગ ની યોગ્ય તપાસ આંખો ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આંખોની યોગ્ય તપાસ પેટ ના દર્દ . શ્વાસ ની તકલિફ ,પેશાબ ને લગતી તકલીફ , ચામડી ના રોગ ની તપાસ , સાંધા ને લગતા દર્દ ની તપાસ  નિષ્ણાત જનરલ સર્જન ડોક્ટર દ્વારા કરવામા આવશે. 

     આ ફ્રી મેગા મેડિકલ કેમ્પ જાહેર જનતાને લાભાર્થે રાખવામાં આવેલ હોઈ જેનો લાભ લેવા પંચમહાલ અને હાલોલ પોલીસ પરિવાર  હાલોલની ટિમ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. તેમજ રક્તદાન શિબિરમાં પણ હાલોલ નગર તેમજ ગ્રામ્ય જનતાએ ભાગ લઈ વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. ફ્રી  મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન શિબિર રવિવારે સવારના 9 કલાક થી બપોરના 2 વાગ્યા સુધી હાલોલ જી.આઈ. ડી. સી.ખાતે રીંકી ચોકડી નજીક નવીન પોલીસ ચોકી ખાતે રહેશે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..