Back

હાલોલ:ગૂજરાત એસટી વિભાગ દ્રારા નવી મોબાઇલ એપ લોન્ચ કરાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી
ગુજરાત રાજ્ય એસ.ટી. પરિવહન નિગમ દ્વારા એસ.ટી  ની તમામ માહિતી  આંગળીના ટેરવે મળી રહે તે માટે GSRTC એન્ડ્રોઇડ મોબાઈલ એપ.  લોન્ચ કરવામાં આવી છે હાલોલ ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર નવી એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બુકીંગ તેમજ બસનું લાઈવ ટ્રેકિંગ થઈ શકશે.

   આજના અત્યાધુનિક યુગમાં ટેકનોલોજીના વધતા વ્યાપમાં સમયની માંગ સાથે બદલાવ લાવતા ગુજરાત એસ.ટી.પરિવહન નિગમ દ્વારા હવે એસટી બસની મોટાભાગની તમામ માહિતી ઓનલાઈન મળી રહે એ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશનને અપગ્રેડ કરી છે.

   આ અંગે માહિતી આપતા હાલોલ ડેપો મેનેજરે જણાવ્યું હતું. કે GSRTC એપ. દ્વારા એન્ડ્રોઇડ મોબાઈલ માટે ઓનલાઈન સિસ્ટમ (એપ્લિકેશન) અપગ્રેડ કરાઈ છે. આ માટે GSRTCની એપ. ડાઉનલોડ કર્યા બાદ ઓનલાઈન બુકીંગ, એડવાન્સ બુકીંગ, ટિકિટ કેન્સલ કરાવવી, કેન્સલ ટિકિટના રિફંડનું સ્ટેટ્સ, બુકીંગની હાલની સ્થિતિ, બસના રૂટ, ટાઈમ ટેબલ, કેન્સલ થયેલી બસ વિશેની જાણકારી, ટિકિટ રિશીડ્યુલ કરવાની સુવિધા, વિદ્યાર્થીઓ માટે બસના પાસ સહિત બસનું લાઈવ લોકેશન જાણવાની સુવિધા પણ નવી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં ઉપલબદ્ધ કરાવાઇ છે. આ તમામ સુવિધા આંગણીના ટેરવે ઘેર બેઠા સહેલાઇ મેળવવા GSRTCની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે હાલોલ શહેર તથા તાલુકાની પ્રજાને અનુરોધ કરવામાં આવ્યો છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..