Back

ડાંગના ડોન, ટાંકલીપાડા અને લવચાલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂંજન કરાયું.

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

સમગ્ર ડાંગમાં આરોગ્યની સારી સેવા મળી રહે તે માટે સરકાર કટીબધ - જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી

ડાંગ આહવાઃ તાઃ ૨૧ઃ ડાંગ જિલ્લામાં આરોગ્યની સુવિધા માં વધારો કરાતા ડોન,ટાંકલીપાડા અને લવચાલી એમ ત્રણ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રોનું ભૂમિપૂંજન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીના હસ્તે તા.૧૯/૧૧/૨૦૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ ડાંગ જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯-૨૦ માં કુલ-૨૮ નવા પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે.અંતરિયાળ ગામોના લોકોને આરોગ્યની સારી સેવાઓ નજીકમાં જ મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા.સંજય શાહના માર્ગદર્શન હેઠળ પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કાર્ય કરાશે.ર્ડા.ડી.કે.શર્મા તથા ર્ડા.ડી.સી.ગામીત ની ઉપસ્થિતિમાં ડોન,ટાંકલીપાડા અને લવચાલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂંજનનું શુભ કાર્ય હાથ ધરાયું હતું. આરોગ્ય કેન્દ્રને લઇને ગ્રામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..