Back

વિદેશી દારૂ સહિત ૭૦ લાખનો મુદ્દામાલ પકડી પાડતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ : શહેર તેમજ જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા રાખેલ ખાસ ઝુંબેશ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસવડા સૌરભસિંઘની સૂચના આધારે ગતરાત્રી દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકીને સ્ટાફના હે.કો. પરબતભાઈ દ્વારા બાતમી મળેલ કે ગેસના ટેન્કરમાં જંગી પ્રમાણમાં દારૂ છુપાવી જૂનાગઢ ખાતે લાવી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કટિંગ કરનાર હોવાની બાતમી મળતા બાતમીના આધારે જૂનાગઢ શહેરના એ,બી ડિવિઝનના પીઆઈ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા જી.આઈ.ડી.સી. વિસ્તાર તથા હાઈવે ઉપર જુદી જુદી ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા જૂનાગઢ જેતપુર રોડ ઉપર મહાસાગર પેટ્રોલ પમ્પ પાસે રોડની સાઈડે ઈન્ડેન ગેસ લખેલ ટેન્કર નંબર આરજે-૧૯-જીબી-૯૨૧૯ મળી આવેલ જેનો ડ્રાઈવર કે ક્લીનર હાજર ના હોઈ જેથી ગેસના ટેન્કરમાં તપાસ કરતા જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ પેટી નંગ ૧૦૪૧ બોટલ નંગ ૧૨૫૦૪ કિંમત રૂ. ૫૩,૫૨,૬૬૦/- તથા ગેસ ટેન્કર સહિતના કુલ કિંમત રૂ. ૬૮,૫૨,૬૬૦/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે. 

આ રેઈડ દરમિયાન ટેન્કરના ચાલક હાજર નહીં મળી આવેલ ટેન્કર ડ્રાઈવર આરોપી વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ બી.એમ.વાઘમશી દ્વારા સરકાર તરફે ફરિયાદી બની પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવેલ છે.

આ ગુન્હાના આરોપીઓએ તકનો લાભ લઈ ગેસના ટેન્કર નો ઉપયોગ કરી નવી મોડસ ઓપરેન્ડી અપનાવી માતબર રકમનો ભારતીય બનાવટનો વીદેશી દારૂ ઘુસાડવાની કોશિશ કરવામાં આવેલ હતી. 

પરંતુ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર બી ડિવિઝન પીઆઈ આર.બી. સોલંકી, એ ડિવિઝન પીઆઈ કે.કે.ઝાલા, તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ બી.એમ.વાઘમશી, પીએસઆઈ કે.જે. પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા સતર્કતાના કારણે મળેલ ચોક્કસ બાતમી આધારે કુનેહપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા આરોપીઓએ છુપાવેલ ભારતીય બનાવટનો આશરે ૬૮ લાખની માતબર કિંમતનો વિદેશી દારૂ શોધી કાઢવામાં આવેલ હતો અને બુટલેગરોની માન્યતાને ખોટી પાડી બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દેવામાં આવ્યું હતું.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218