Back

મનિન્દરજીત સિંહ બિટ્ટા શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા.

આજ રોજ ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન અને રાષ્ટ્રીય સામાજિક કાર્યકર્તા એવા મનિન્દરજીત સિંહ બિટ્ટા શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા.


 મનિન્દરજીત સિંહ બિટ્ટાએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મનિન્દરજીત સિંહ બિટ્ટાજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. માતાજીના દર્શન બાદ મનિન્દરજીત સિંહ બિટ્ટાએ કલાનો વારસો ધરાવતા ખોડલધામ મંદિરને નિહાળ્યું હતું. ઉપરાંત મંદિર પરિસરમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પણ નજીકથી નિહાળી હતી. બાદમાં મનિન્દરજીત સિંહ બિટ્ટાએ ખોડલધામ મંદિરના અન્નપૂર્ણાલયમાં મહાપ્રસાદ પણ લીધો હતો.


રીપોર્ટ ફારૂક મોદન જેતપુર 

મો...નં... 9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..