Back

મોરબીના મુસ્લીમ વિસ્તારો અને દરગાહ શરીફો રોશનીથી ઝળહળી ઉઠયા : મોરબીમા વિશાળ ઝુલુસ નીકળશે

મોરબ: મોરબી શહેરમાં જશને ઈદે મિલાદુન્નબી ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે સમગ્ર શહેર જિલ્લામાં ઉત્સાહભેર તડામાર તૈયારીઓ શરૂ છે ત્યારે આગામી તારીખ 10 11 2019 ના રોજ સમગ્ર સુન્ની મુસ્લીમ સમાજના હઝરત મહંમદ પયગંબર સાહેબની જન્મ જયંતીના ખુશીના તહેવાર નિમિતે જશને ઈદે મિલ્લાદુન નબીની શાનમા મોરબી શહેરમા મુસ્લીમ વિસ્તારોમા બાર દિવસ સુધી હઝરત મહંમદ પયગંબર સાહેબની શાનમા ઠેર ઠેર વાયેઝ શરીફ અને ન્યાઝ શરીફના કાર્યક્રમો રાખવામા આવ્યા છે અને આ ખુશીના તહેવારમા મુસ્લીમ બીરાદરો દ્વારા ધેર ધેર કલાત્મક રોશની કરવામા આવી છે તેમજ તમામ દરગાહ શરીફોને રોશનીમા શણગાર કરવાથી શહેર રોશનીથી ઝળહળી ઉઠયુ હતુ.


ત્યારે મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમા ગુલામે મુસ્તફા વાએઝ કમીટી અને ખાટકીવાસ તલાવડીવાસમા બાવા અહેમદશા કમીટી તેમજ ખ્વાઝા પેલેસ પાસે ખ્વાઝા ગરીબ નવાઝ કમીટી અને મકરાણીવાસ મદીનાચોકમા અબ્દુલ રજાકબાપુ ગૃપ દ્વારા હઝરત પયગંબર સાહેબની શાનમા બાર દિવસ સુધી શાનદાર વાયેઝની સાથે અવનવી વાનગીઓનુ ન્યાઝ કરવામા આવે છે જેમા બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો ઉપસ્થિત રહી લાભ લઈ રહયા છે અને જશને ઈદે મિલ્લાદુન નબીના ખુશીના દિવસે સુન્ની મુસ્લીમ સમાજના શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયા બાપુની આગેવાની હેઠળ શહેરમા સરકાર કી આમદ મરહબાના નારા સાથે વિશાળ ઝુલુસ કાઢવામા આવશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..