Back

જંબુસર શહેર માં ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લીમ બિરાદરો માં ઈદેમિલાદની ઉજવણીનો ઉત્સાહ

ઈસ્લામ ધર્મ ના મહાન પયંગબર હઝરત મુહમ્મદ મુસ્તુફા ની વિલાદત ની યાદ માં મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદે મિલઈલાદુન્નબી નું પર્વ મનાવવામાં આવે છે.જેને લઈ જંબુસર નગર ના મગણાદિ ભાગોળ,જલાલપુર,તલાવપુરા,કસ્બા,ભાગલીવાડ,મુખ્ય માર્ગો તેમજ સોસાયટીઓ માં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.મુસ્લીમ વિસ્તારો માં લાઈટ ડેકોરેશન વિવિધ બેનરો અને સરકારકી આમદ મરહબાના ઝંડાઓ થી ઝળહળી ઉઠ્યા છે.તદ્દઉપરાંત મસ્જીદો માં રાત્રે કુઆઁનખ્વાની,દુરુદેપાક ની મહેફિલ,નિયાજો અને ઝીક ના જલસાઓ યોજાઈ રહ્યા છે.તારીખ ૧૦ ને રવિવાર ના રોજ સવારે જંબુસર નગર માં બાઈક રેલી નું આયોજન જુમ્મા મસ્જીદ પાસે થી ગંજશહીદ દરગાહ સુધી રાખેલ છે.બપોર ના સમયે ઝુલુસ પગપાળા નીકળી મુખ્ય માર્ગો પર ફરી ગંજશહીદ ખાતે સમાપન અને પયંગબર સાહેબ ના બાલ મુબાસ્ક ની જ્યારત કરવામાં આવનાર છે.જેને સફળ બનવવા યંગ કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..