Back

જંબુસર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તથા મહામંત્રી ની નિમણૂક કરવામાં આવી

જંબુસરમાં આવેલા સર્કીટ હાઉસ ખાતે જંબુસર શહેર પ્રમુખ તેમજ મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી હતી.જેમાં જંબુસર શહેર પ્રમુખ તરીકે ચંદ્રકાંત પટેલ ને નિમણૂક કરવામાં આવી હતી તેમજ મહામંત્રી તરીકે મનન પટેલ તેમજ પંકજ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.આ પ્રસંગે જંબુસર ખાતે ભરૂચ થી જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ યોગેશ પટેલ,ભરૂચ જીલ્લા સંગઠન પ્રભારી અજય ચોકસી તેમજ જંબુસર તાલુકાના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા,પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..