Back

બગથળા ગ્રામ પંચાયત દ્વારા તલાટી ક્રમ મંત્રી ચંદ્રાસલાને પરત બગથળા મુકવા રજુઆત કરાઈ

મોરબીના બગથળા ગ્રામ પંચાયત તથા ગ્રામજનો દ્વારા બગથળાના તલાટી ક્રમ મંત્રી યુ.કે.ચંદ્રાસલાની પાનેલી બદલી થતા પરત બગથળા મુકવા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. તેમજ બગથળા ગ્રામ પંચાયત સંરપંચ હરેશભાઈ વિરજીભાઈ કાંજીયા એ જણાવ્યુંહતું કે, તલાટી ક્રમ મંત્રી યુ.કે.ચંદ્રાસલાએ બગથળા ગામે સતત લોક સંપર્કમા રહી દિવસ રાત જોયા વગર ગામના વિકાસના તથા ગામના લોકોના કામો ખડેપગે રહીને કરી રહ્યા છે. અને આજ દિવસ સુધી આવા તલાટી ક્રમ મંત્રી બગથળા ગામને મળેલ નથી. તેમજ અમારૂં ગામ મોટું હોય તેમજ સાસંદ આદર્શ ગામમાં સમાવેશ થયેલ હોય ખુબ જ કામગીરી રહેતી હોય, હજુ ઘણા વિકાસના કામો બાકી હોય, ખરા અર્થમાં આ સરકારની સાંસદ ગામની યોજના પુર્ણ કરવા માટે આ અધુરા રહેલ વિકાસના કામો પરીપુર્ણ કરવા આવા દિવસ રાત જોયા વગરના ખંતીલા તલાટી ક્રમ મંત્રીની જરૂરીયાત હોય, અમો બગથળા ગામના નાગરીકો આ તલાટી ક્રમ મંત્રીને ખોવા માગતા નથી, તો યુ.કે.ચંદ્રાસલાની બદલી નો ઓર્ડર થયેલ છે તે રદ કરીને ફરીથી ગામમાં નિમણુંક ઓર્ડર કરવા જિલ્લા વિકાસ અધિકારી ને બગથળા ગ્રામજનો સહિત ગ્રામપંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..