Back

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતા કરવામાં માનવતા મુકી નેવે

મોરબી ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના કાર્યકમમાં સહભાગી થવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સહિતના મહાનુભાવો મોરબી આવ્યા ત્યારે મોરબી બાયપાસ પાસે કોઈ વ્યક્તિ ની અંતિમયાત્રા ત્યાંથી પસાર થતી હતી. અને હિન્દુ પરંપરા મુજબ કોઈ પણ ધર્મના લોકોનું અંતિમયાત્રાને સંપૂર્ણ માન સન્માન આપવામાં આવતું હોય છે. અને તેમના માટે રસ્તો ખુલ્લો કરી દેવાય છે. અને તમામ લોકો જે તે સ્થળ પર થોભી અંતિમયાત્રાને જવા રસ્તો કરી આપે છે. પણ મોરબી પોલીસ જાણે મુખ્યમંત્રીની સહિતના મહાનુભાવોની આગતા સ્વાગતા કરવામાં માનવતા ભુલી ગઇ હોય અને સી.એમ. ના કાફલો પણ જાણે આ મર્યાદા ચુકી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણકે મુખ્યમંત્રીના કાફલાને જવા માટે એક સ્મશાનયાત્રાને પણ રોકી રાખવામાં આવી હતી. અહેવાલ જનક રાજા 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..