Back

હાલોલમા રમાતા જુગારધામ પર પોલીસનો દરોડો. સાત જૂગારીઓ ઝબ્બે

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ ટાઉન પોલીસે ચોક્કસ બાતમી ના આધારે નગરના કંજરી રોડ પર આવેલ ધવલપાર્ક સોસાયટીમા થી પત્તાપાના નો જુગાર રમતા સાત જુગારીયાઓને ઝડપી પાડયા હતા તેમજ જુગાર પર લાગે ૩૯૨૦/. સહિત ૧૧૯૨૦/. રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    હાલોલ ટાઉન પોલીસ મથકના પી.આઈ.જે.જી.અમીન સાહેબે નગરમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા કડક હાથે કામ લઈ આવી પ્રવુતિ પર અંકુશ મુકવાનો નીર્ધાર કર્યો હતો જેમા હાલોલ પોલીસ ને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ધવલપાર્ક સોસાયટીની પાછળ ખુલ્લા ખેતરના લીમડાની ઝાડ નીચે કેટલાક ઈસમો પત્તાપાના નો હારજીત ને જુગાર રમી રહ્યા છે કે બાતમી ના આધારે હાલોલ પોલીસ બાતમી વળી જગ્યા પર ત્રાટકી હતી જેમાં કેટલાક ઈસમો પત્તાપાના નો જુગાર રમી રહ્યા હોય જેમાં પોલીસ જોઇ નાસભાગ કરવા જતા સાત ઈસમો (૧) કનુભાઈ મોહનભાઇ પટની.ઉ.વ.૫૯ (૨) સર્વતસિંહ કેશરીસિંહ રાઠોડ.ઉ.વ.૫૭ (૩) જીતેન્દ્ર કાનજીભાઈ વણકર.ઉ.વ.૩૯ (૪) અમરકુમાર શ્રીરામ રાજપૂત.ઉ.વ.૨૭ (૫) લાલસિંહભાઈ ઇશ્વરભાઈ નાયક.ઉ.વ.૩૭ (૬) જાઉદ્દીન મહેબૂબભાઈ શેખ.ઇ.વ.૨૭ (૭) શ્યામભાઈ ઈશ્વરભાઈ મુલ ચદાની નાઓ પોલીસ ના હાથે ઝડપાઇ જવા પામ્યા હતા જેઓની અગજળતી કરતા ૮૦૦૦/. રૂપિયા મળી આવ્યા હતા તેમજ પત્તાપાના નાં જુગારના દાવ પર મળી લાગેલ ૩૯૨૦/.મળી કુલ રૂપિયા ૧૧,૯૨૦/.પોલીસે જપ્ત કર્યા હતા પકડાયેલા આરોપીઓ ભેગી ત્રણ આધેડ ઉંમરના ઈસમો પણ જુગાર સાથે પકડાતા પોલીસ પણ અચબામાં પડી ગઈ હતી પકડાયેલા તમામ આરોપીઓ ની અટકાયત કરી હાલોલ ટાઉન પોલીસે જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..