Back

ખંભાળિયા ઇદ-એ-મિલાદ ના તહેવાર ને અનુલક્ષીને બાઇક રેલી જુલુસ સ્વરૂપે નીકળી.

દેવભૂમિ દ્વારકા જીલાના ખંભાળિયા માં બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.ઇદે મિલાદુન્નબી નિમિતે સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં "સરકાર કી આ મત મરહબા",આયા આયા નુરવાલે નબી કા દિન જો આયા" ના સૂત્રોચાર સમગ્ર ખંભાળિયાના માર્ગો પર અને મુસ્લિમ વિસ્તારો પર ગુંજી ઉઠયા હતા પયગમ્બર સાહેબ ના જન્મદિવસ નિમિત્તે શહેરના મુખ્યમાર્ગો પરથી બાઇક રેલી કાઢી કોમી એકતાના પ્રતીક એવા મહાન મોહમ્મદ પયગંબર સાહેબનો તારીખ 10/11/2019 ના રોજ જન્મદિન નિમિત્તે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા વાયજ શરીફ ના કાર્યક્રમો તેમજ મસ્જિદોમાં મુસ્લિમ વિસ્તારમાં રોશનીથી ઝગમગાટ સજાવટ કરી જશને ઇદેમિલાદુન્નબીની દર વર્ષની જેમ આ વર્ષે ઉજવણી કરવામાં આવી હતી.  

ઇસ્લામ ના મહાન પેગમ્બર સાહેબ  ના જન્મ દિવસને અનુલક્ષીને ખંભાળિયા શહેર ના મુસ્લિમો દ્વારા બાઇક રેલી જુલુસ સ્વરૂપે કાઢવામાં આવીહતી. બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ હતી.  તેમજ  બાઇક જુલુસ માં તમામ લોકો નું  નું ઠેર ઠેર જગ્યા એ સ્વાગત કરવામાં આવેલ હતું. સાથોસાથ જુલુસ માં સરબત ની ન્યાઝ તકસિમ કરી પેગમ્બર સાહેબના જન્મદિવસ અંતર્ગત કાર્યક્રમ રાખેલ હતો.


રીપોર્ટર-મુસ્તાક સોઢા

ખંભાળિયા