Back

વાહન વ્યવહાર કચેરી દ્રારા પાટણ જિલ્લામાં HSRP (વાહન) નંબર પ્લેટ ફિટમેન્ટ કેમ્પ યોજાશે .જુઓ ક્યાં ક્યાં

પ્રહલાદ વ્યાસ. પાટણ.

જુના વાહનોમાં HSRP ફીટમેન્‍ટ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ખાસ કેમ્પનું આયોજન

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલા જુના વાહનચાલકો વિવિધ તાલુકા મથકોએ યોજાનાર કેમ્પ દ્વારા સ્થળ પર HSRP ફીટમેન્‍ટ કરાવી શકશે

પાટણ જીલ્‍લામાં આવનાર દિવસોમાં નીચે જણાવ્‍યા મુજબના સ્‍થળ અને તારીખે બાકી જુના વાહનો માટે ખાસ HSRP (નંબર પ્‍લેટ) ફીટમેન્‍ટ કેમ્પનું આયોજન કરેલ છે. કેમ્પમાં ફીટમેન્‍ટ કરાવવા માંગતા વાહન માલિકોએ કેમ્પની તારીખના બે દિવસ ૫હેલાં www.hsrpgujarat.com ઉ૫ર અથવા  FTA HSRP CUSTOMER KYC મોબાઈલ એપ્‍લીકેશન ઘ્‍વારા વાહનની આર.સી બુક4 આઈ.ડી.પ્રુફ4 અને સેલ્‍ફ ડેકલેરેશન ફોર્મ અ૫લોડ કરી તેની ફી ઓનલાઈન અથવા કચેરીની HSRP કાઉન્‍ટર ૫ર જરૂરી ફી ભરપાઈ કરવાની રહેશે. ત્‍યારબાદ તેઓ જે કેમ્પ ૫ર ફીટમેન્‍ટ કરાવવા ઈચ્‍છે છે તેની નોંધ HSRP કાઉન્‍ટર ૫ર કરાવાથી તે તારીખના રોજ તેમની નંબર પ્‍લેટ જે તે સ્‍થળ ઉ૫ર ફીટ કરી આ૫વામાં આવશે. ઓનલાઈન ફી પેમેન્‍ટ કરેલ અરજદારોએ તેમની ફી ની રસીદ ૫ર તેઓ જે કેમ્પમાં ફીટમેન્‍ટ કરાવવા ઈચ્‍છતાં હોય તે તારીખ અને સ્‍થળ લખી એ.આર.ટી.ઓ. કચેરીના HSRP કાઉન્‍ટર ૫ર રૂબરૂ જમા કરાવવાનું અથવા ઈ-મેઈલ આઈ.ડી. ec.patan@hsrp.in ઉપર રસીદ મોકલી આપવી. જરૂરી માહિતી કેમ્પના બે દિવસ ૫હેલાં ફરજીયાત મોકલવાની રહેશે. વધુમાં વધુ વાહન માલિકોને આ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

કેમ્પની તારીખ કેમ્પનો તાલુકો કેમ્પનું સ્‍થળ આ પ્રમાણે રાખેલ છે. તા.૧૨.૧૨.ર૦૧૯  સતપાલની ફેકટરી-સિધ્ધપુર ખાતે, તા.૧૪.૧૨.ર૦૧૯ આઈ.ટી.આઈ.-હારીજ ખાતે4 તા.૧૫.૧૨.ર૦૧૯ સાંઈબાબા નજીક-ચાણસ્‍મા ખાતે4 તા.૧૭.૧૨.ર૦૧૯ ક્રિષ્ના કોમ્પલેક્ષ શંખલપુર ખાતે, તા.૧૯.૧૨.૧૯ આઈ.ટી.આઈ.-સમી ખાતે4 તા.ર૧.૧૨.ર૦૧૯ સતપાલની ફેકટરી-સિધ્ધપુર ખાતે, તા.૨૨.૧૨.૧૯  આઈ.ટી.આઈ.-હારીજ ખાતે4 તા.ર૫.૧૨.ર૦૧૯ સાંઈબાબા નજીક-ચાણસ્‍મા ખાતે4 તા.૨૭.૧૨.૧૯ આઈ.ટી.આઈ-સાંતલપુર ખાતે4 તા.ર૮.૧૨.ર૦૧૯ સિઘ્‍ધિવિનાયક શોપીંગ સેન્‍ટર4 સીનાડ રોડ-રાધનપુર ખાતે4 તા.ર૯.૧૨.ર૦૧૯ ક્રિષ્ના કોમ્પલેક્ષ શંખલપુર ખાતે તથા તા.૩૧.૧૨.ર૦૧૯ આઈ.ટી.આઈ.-સમી ખાતે યોજાશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..