Back

કાલોલ માં ગૌષે આઝમના પવિત્ર પર્વ નિમિત્તે અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા વિવિધ કાર્યક્રમો યોજાયા

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




ઇસ્લામ ધર્મના મહાન પીરે કામીલ પીરોના પીર શેખ સૈયદ અબ્દુલ કાદીર જીલાની(રદીઅલ્લાહો અનહો) રબીઉલઆખર ઇસ્લામી માસના ૧૧માં ચાંદ સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈદે ગૌષીયા ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા સોમવારની સવારે કાલોલના વિવિધ દવાખાનામાં દાખલ દર્દીઓને ફ્રુટનુ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સવારે ૧૧ વાગ્યે  જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ નુ પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ અગ્યારમી શરીફ નિમિતે કાલોલ શહેર મસ્જીદો મદ્રશા દરગાહો તેમજ મુસ્લીમ મહોલ્લાઓમાં મકાનોને રંગબેરંગી રોશનીથી ઝળાહળા કરાયા છે.ઇદે ગૌષીયા પર્વ નિમિતે સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..