Back

મેઘરજ તાલુકાના મહેસુલી કર્મચારીઓની ૧૭ જેટલી માંગણીઓ લઈને હડતાલ ઉપર ઉતર્યા

અહેવાલ ભરતસિંહ ઠાકોર મેઘરજ વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર

અરજદારોના કામો રઝળ્યા પગાર સહિતની મોંગ પૂરી કરો

મેઘરજ તાલુકાના મહેસુલી કર્મચારીઓ પણ ગુજરાત સરકારના મહેસૂલી કર્મચારીઓ પ્રેરિત અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા બાદ મેઘરજ તાલુકાના અરજદારો ના કામ રઝળી પડયા હતા સોમવારથી રાજ્યભર સહિત મેઘરજ તાલુકાના મહેસુલ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે કર્મચારીઓ હડતાળમાં જોડાયા બાદ ધરણા ધરી તેમની પડતર માંગણીઓને લઇને સૂત્રોચ્ચાર કર્યા હતા અને માગણીઓ સ્વીકારવામાં ન આવે તેઓ સુધી કામગીરીથી અળગા રહી હડતાળ ચાલુ રાખશે તેવું રેવન્યુ તલાટી સંવંગને મહેસુલ માંથી રદ કરી પંચાયત મંત્રી કેડર સાથે મર્જ કરવા ક્લાર્ક અને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવી અલગ અલગ ૧૭ જેટલી માગણીઓ લઈને રજૂઆતો કરાઇ હતી જેમાં મહેસૂલી અધિકારીઓનું કહેવું છે કે જો સુધી સરકાર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો સુધી લડત ચાલુ રાખીશું એવું મહેસુલી અધિકારીઓએ જણાવ્યું હતું

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..