Back

મોડાસા સોસાયટીમાં રહેતા શિક્ષકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

અહેવાલ 

મોડાસાની સોસાયટીમાં રહેતા શિક્ષકે અચાનક ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. જીલ્લા બહારની પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષકને કોઇ કારણોસર લાગી આવતા અથવા સહન ન થતા આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યુ છે. ઘટનાને પગલે પત્નિ અને પરિવાર ઉપર આફત આવી છે. આ તરફ દુર્ઘટનાને પગલે મોડાસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જીલ્લાના મોડાસામાં આવેલી અંકુર સોસાયટીમાં રહેતા શિક્ષકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે. કપડવંજ તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે ભારેહૈયે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સોસાયટીના રહીશો પારિવારીક ટકરાવના કારણે શિક્ષકે આપઘાતનું પગલુ ભર્યાની આશંકા સેવી રહ્યા છે. જાણકારી મળતા મોડાસા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.


સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિક્ષક છેલ્લા ઘણા સમયથી સામાજીક ઘર્ષણને લઇ માનસિક તાણ અનુભવતા હતા. આથી લાગણીના આવેશમાં આવી દુ:ખ સામે લડવાને બદલે જીવન ટુંકાવી દીધુ છે. શિક્ષકના આપઘાતને પગલે તેના પત્નિ અને પરિવારને આભ ફાટી પડ્યુ છે. શિક્ષકના આપઘાતનું ચોક્કસ કારણ શોધવા મોડાસા પોલીસની ટીમે તપાસ કાર્યવાહી શરૂ કરી


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..