Back

રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી ૯૬ વર્ષ જુની દયારામ લાયબ્રેરીમાં વોટર કુલર અર્પણ કરાયું

દયારામ લાયબ્રેરીમાં  વોટર કુલર અર્પણ

જામનગર તા.૧૦ ડિસેમ્બરજામનગરની ૯૬ વર્ષ જુની પુસ્તક પ્રેમીઓ અને વાંચકો માટે દયારામ લાયબ્રેરીમાં વાંચકોની સુવિધા માટે રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી ઠંડા પાણીનું વોટર કુલર અર્પણ કરવામાં આવેલ હતું. આ તકે રાજ્યમંત્રીશ્રીએ લાયબ્રેરીની મુલાકાત લઈ વિગતવાર માહિતી મેળવેલ હતી.

આ પ્રસંગે મેયરશ્રીહસમુખભાઈ જેઠવાદયારામ લાયબ્રેરીના પ્રમુખશ્રી મનહરભાઈ ત્રિવેદીમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ મેતાખજાનચી વિનુભાઈ ધ્રુવશાંતિલાલ બારડમંત્રીશ્રીના પી.એ. પ્રવિણસિંહ જાડેજાબીપીનભાઈ રાવલમનોજભાઈ પરમાર તથા મોટી સંખ્યામાં વાંચકો અને પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..