Back

ટંકારાના નેસડા ગામે ભાડજા પરિવારના આંગણે દિકરીના જન્મના વધામણા કરાયા

ટંકારાના નેસડા ગામે ભાડજા પરિવારના આંગણે લક્ષ્મી સ્વરૂપે બીજી દિકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ હતો. અને હર્ષોલ્લાસ સાથે દિકરીના વધામણા કરવામાં આવ્યા હતા.

ભારત દેશમાં દિવસે ને દિવસે દિકરાની અપેક્ષા રાખતા પરિવારોમાં દિકરીયુંનું પ્રમાણ ઘટતું જાય છે. ત્યારે પહેલાના જમાનામાં દિકરીઓને દૂધ પીતી કરવાનો "કુ" રિવાજ હતો આજે એકવીસમી સદીના આધુનિક યુગમાં દિકરીના જન્મ પહેલા જ અબોર્સન કરાવી નાખવામાં આવે છે. દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. દિકરી વ્હાલનો દરિયો કહેવાય છે. અને વચ્ચે થોડો સમય એવો પણ હતો કે દિકરાની લાલચમાં દિકરીને માતાની કૂખમાં મારવામાં આવે છે. પરંતુ હાલ સમાજમાં જાગૃતતા વધતા લોકો દિકરીને પરિવાર વધાવી રહ્યા છે અને પોતાના પરિવારમાં લક્ષ્મીના આગમનને સમજી રહ્યા છે. જેમાં નેસડા ગામના ભાડજા પરિવારના કન્વીર પ્રકાશભાઇ કાનજીભાઇ ભાડજા તેમજ દિવ્યાબેન પ્રકાશભાઇ ભાડજા ના ઘરે લક્ષ્મીના સ્વરૂપમાં બીજી દિકરીનો જન્મ થતા વધામણા કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..