Back

મહેસાણા જિલ્લાના પૂર્વ-સૈનિકો માટે રેલીનું આયોજન કરાયું

મહેસાણા જીલ્લામાં સ્ટેશન હેડક્વાર્ટર, ધ્રાંગધ્રા ૩૪૨ ફીલ્ડ રેજીમેન્ટ ધ્વારા વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મ-પત્નીઓ તથા તેઓના આશ્રિતોના પેન્શન તથા અન્ય પશ્ર્નોના નિરાકરણ તથા કલ્યાણ માટે ઓ.એન.જી.સી. ગ્રાઉન્ડ, સી.આઇ.એસ,એફ. ની બાજુમાં, મહેસાણા ખાતે તારીખ.૧૪-૧૨-૨૦૧૯ થી ૧૬-૧૨-૨૦૧૯ ત્રણ દિવસ રેલી નું આયોજન કરાયું છે. રેલીમાં મહેસાણા જીલ્લામાં વસવાટ કરતાં પૂર્વ-સૈનિકો / દિવંગત સૈનિકોના ધર્મ-પત્નીઓ એ હાજર રહેવું. તેમ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, મહેસાણાની અખબારી યાદીમા જણાવ્યું છે.

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..