Back

ઝઘડિયા તાલુકાના રદેડી ગામની સીમમાં જીઆઇડીસી દ્વારા નવી કેમિકલ કંપનીને મંજૂરી ન આપવા બાબતે તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં

   ભરૂચના રદેડી ગામની સીમમાં જીઆઇડીસી દ્વારા નવી કેમિકલ કંપનીને મંજૂરી ન આપવા બાબતે તલોદરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોના હિતમાં જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવાયું હતું...



 ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રદેડી ગામની સીમમાં જીઆઇડીસી દ્વારા નવનિર્મિત બે કંપનીને મંજુરી માટે તજવીજ હાથ ધરાતા ગ્રામજનો સહિત ગ્રામપંચાયતના સત્તાધીશોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. જે સંદર્ભે જનરલ મેનેજરને આવેદનપત્ર પાઠવી મંજૂરી ન આપવા બાબતે રજૂઆત કરાઈ હતી આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કેએલજી કંપની અને આરતી કંપની નામના બે પ્લાન્ટનું રદેડી ગામની સીમમાં નિર્માણ કરવામાં આવ્યું છે.



સત્તાધીશોના જણાવ્યા મુજબ નવ નિર્મિત કેમિકલ પ્લાન જે કાર્યરત થશે તો ગામના લોકોને પશુઓ તેમજ પર્યાવરણને ગંભીર નુકસાન થાય એવી ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. કેમિકલ પ્લાન્ટથી ખેતીલાયક જમીન અને પાકને પણ નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે તેમજ પીવાલાયક પાણી પણ કેમિકલ પ્લાનથી દૂષિત થશે એમ આવેદન પત્રમાં જણાવ્યું હતું વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબસિરામિક ફૂડ પ્રોડક્ટ અને એન્જિનિયરિંગ જેવા પ્લાન્ટનો ગ્રામજનોને કોઇ વિરોધ નથી.



પરંતુ કેમિકલ જેવા પ્લાનથી ગ્રામજનોના આરોગ્યને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ દર્શાવી હતી તો આવા પ્રદૂષિત કેમિકલ પ્લાન્ટની જનરલ મેનેજરને મંજૂરી ન આપવા રજૂઆત કરી હતી જો આવા પ્રદૂષિત કેમિકલ પ્લાનને મંજૂરી આપવામાં આવશે તો ગ્રામજનો દ્વારા આમરણાત ઉપવાસ પર ઉતરવાની પણ આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે રદેડી ગામની સીમમાં બે કેમિકલ પ્લાન બાબતે મંજૂરી ન આપવા બાબતે સંબંધિતો કેવો નિર્ણય લેશે તે તો આવનારો સમય બતાવશે...




રિપોર્ટ : ઈરફાન ખત્રી 

રાજપારડી 

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..