Back

માલપુર મા અંબિકા મોબાઈલ શોપમા મોબાઈલ ખરીદી પર 2 કિલો ડુંગરી ફ્રી ની સ્કીમ

અહેવાલ 

ગૃહિણી ઓ ને પોતાની  રોજિંદી જરૂરિયાત મુજબ રસોઈ બનાવવા ડુંગરીની જરૂર પડતી હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ડુંગરીના ભાવ 100 ની પાર થવા લાગ્યા છે ત્યારે આવા સમયે દુકાનદાર દ્વારા એક નવી સ્કીમ જોવા મળી હતી 

અરવલ્લીના માલપુર મા અંબિકા મોબાઈલ દુકાન મા મયુર દરજી દ્વારા એ સ્કીમ રાખવામા આવી હતી કે જે કોઈ વ્યક્તિ મોબાઇલ ની ખરીદી કરશે તેને બે કિલો ડુંગરી ફ્રી આપવામાં આવશે જેના કારણે ગણા લોકો એ મોબાઈલ ખરીદી કરી ને ડુંગરી મેળવી હતી જે સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ છે 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..