Back

મોરબી શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજની વિદ્યાર્થીનીને પદવીની સાથે રાજ્યપાલના હસ્તે ત્રણ ગોલ્ડ મેડલ એનાયત કરાયા

મોરબી શનાળા રોડ પર આવેલ શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજની વિદ્યાથીનીએ તાજેતરમાં યોજાયેલ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા આ તકે મોરબીની શ્રીમતિ પ્રભાબેન પટેલ લો એલ.એલ.બી કોલેજની વિદ્યાર્થીની વિડજા કવિતાબેનને પદવીની સાથે ત્રણ ગોલ્ડ મેડલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા વિવિધ વિદ્યાશાખાની પરિક્ષાઓના પરિણામ જાહેર કરવામા આવ્યા હતા.

જેમાં એલ.એલ.બી સેમ-૬નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શ્રીમતિ પ્રભાબેન પટેલ લો એલ.એલ.બી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ ક્રમે વિડજા કવિતા આવી હતી તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૪ મો પદવીદાન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરાષ્ટ્ર યુનીના કુલપતિ ડો,પેથાણી સહિતના હાજર રહ્યા હતા ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પદવીની સાથે ત્રણ ગોલ્ડ મેડલ વિડજા કવિતાને એનાયત કરવામાં આવ્યા હતાત્યારે લો એલ.એલ.બી કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રાપ્ત કરેલ સિધ્ધી બદલ તેમજ સંસ્થાનુ ગૌરવ વધારવા માટે વિદ્યાર્થીનીઓને સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઇ પટેલ નારૂભા જેઠવા ભવ્યદીપસિંહ જેઠવા પ્રિન્સીપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા લો ફેકલ્ટીના હેડ ડો.અલ્પાબેન જોગેલા અધ્યાપક વિશાલભાઈ જોશી સહીતનાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..