Back

ગોંડલના માજી નગરપતિ રીનાબેન ભોજાણીને દિલ્હી ખાતે મળ્યો લેડી લીડરશિપ એવોર્ડ

ભારતમાંથી 8 અને ગુજરાતમાંથી એકમાત્ર રીનાબેનની પસંદગીથી ગોંડલનું ગૌરવ વધ્યું.


(કશ્યપ જોશી) 

તાજેતરમાં દિલ્હી ખાતે લેડીસ રેડિસન બ્લ્યૂ ખાતે ખાતે યોજાયેલ સાતમા લીડરશિપ એવોર્ડમાં ગોંડલના માજી નગરપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા રીનાબેન મિલનભાઈ ભોજાણીની લીડરશિપ એવોર્ડ માટે પસંદગી થતા ગોંડલનું ગૌરવ વધ્યું છે.


 આ બાબતે વધુ વિગતો આપતા ગોંડલના યુવા પત્રકાર જયેશભાઇ ભોજાણીએ પત્રકાર કશ્યપ જોશીને આપેલી વિગતો  મુજબ તાજેતરમાં  દિલ્હીમાં દ્વારકાના રેડીસન બ્લુ ખાતે નોલેજ સિડ લર્નિંગ દ્વારા યોજાયેલ સાતમા લીડરશિપ એવોર્ડ કાર્યક્રમમાં દિલ્હી છાવણીના ધારાસભ્ય ધારાસભ્ય કમાન્ડો સુરેન્દ્રસિંહના(તાજ હોટેલમાં આતંકીઓની બે ગોળીથી ઇજાગ્રસ્ત થયેલા) હસ્તે હરિયાણાના ટ્રાફિક અને હાઇવેના મહાનિરીક્ષક મહાનિરીક્ષક ડોક્ટર રાજશ્રી સિંધની હાજરીમાં ગોંડલના માજી નગરપતિ રીનાબેન મિલનભાઈ ભોજાણીને મહિલા ઉત્કર્ષ અને મહિલા જાગૃતિ માટે સતત સતત સેવા કરવા સબબ લીડરશિપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.


અત્રે ખાસ નોંધનીય છે કે કે છે કે કે નોંધનીય છે કે કે છે કે કે આવો લીડરશિપ એવોર્ડ સમસ્ત ભારતમાંથી માત્ર ૮ જ વ્યક્તિઓને અપાયો હતો અને તેમાં પણ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી એકમાત્ર રીનાબેન ભોજાણીની પસંદગી થતા ભોજાણી પરિવારે રાજ્યના સીમાડા વટાવીને અન્ય રાજ્યોમાં પરિવાર અને ગોંડલ શહેરનું નામ રોશન કર્યું છે.


ગોંડલ શહેર અને રાજકોટ જિલ્લાભરમાં અનેકવિધ નાની મોટી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રીનાબેને દેશમાં આવું અનન્ય સન્માન પ્રાપ્ત કરતા તેઓની સંસ્થાઓ અને મૈત્રી વર્તુળમાં અભિનંદન સાથે સરાહના થઈ રહી છે.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..