Back

કાલોલ મહેસુલ કર્મચારીઓની હડતાળના બીજા દિવસે પણ મહેસુલ તલાટીઓની કાર્યદક્ષતાથી કચેરીમાં ધમધમાટ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલ મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગના નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતાં રેવન્યુ વિભાગના તલાટીઓએ કામગીરી સંભાળીને કચેરીનું કામકાજ ધમધમતું રાખતા મામલતદાર કચેરી અરજદારોથી ધમધમતી જોવા મળી હતી.

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરતા કાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગના નાયબ મામલતદાર સહિતના તમામ કર્મચારીઓએ પણ તેમના વિભાગની હડતાલના સમર્થનમાં આગળ આવી રજા પર ઉતરી આવ્યા હતા, જે હડતાલ સંદર્ભે કચેરીનું કામકાજ ના અટવાય એ હેતુથી કાલોલ કચેરીમાં હડતાલ પર ઉતરી ગયેલા કર્મચારીઓને સ્થાને રેવન્યુ વિભાગના તલાટીઓએ ચાર્જ સંભાળી લેતાં કચેરીનું કામકાજ ધમધમતું રાખવામાં આવ્યું હતું, કાલોલ મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગની ગેરહાજરીને પગલે રેવન્યુ તલાટીઓએ કોઈપણ અડચણ વિના હાલમાં ચાલતી ખેડૂત સહાય યોજના, વિધવા સહાય, સોગંદનામું, રેશનકાર્ડ, આવકનો દાખલો, ૭/૧૨-૮અના દાખલા અને આધારકાર્ડ સહિતના તમામ વિભાગોના કામ સાચવી લેતા ખેડૂતો અને અરજદારોએ રાહતનો શ્વાસ લીધો હતો તદુપરાંત હડતાલ હોવા છતાં પણ મહેસુલ વિભાગની ગેરહાજરીમાં સારી ઝડપથી કામગીરી ચાલતી હોવાનો ખેડૂતોએ અને અરજદારોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..