Back

કોંગ્રેસિ કોર્પોરેટર નો વચેટિયો એસીબીમાં ઝડપાયો કોર્પોરેટર અને તેમના પતિ ફરાર

મળતી માહિતી મુજબ ખાનગી પ્લોટ પર  ગેરકાયદેસર બાંધકામની અરજી કરી બાંધકામ ના તૂટે તે માટે રૂપિયા ૧.૦૦૦૦૦ એક લાખની માંગણી કરતા રકઝક કરી છેલ્લે ૫૦.૦૦૦ લેવાજતા એસીબીના છટકામાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૮ ના મહિલા કોર્પોરેટર કપિલાબેન પલ્કેશભાઈ  પટેલ ના વતી તેમનો માણસ હિતેશ પટેલ રંગે હાથે ઝડપાઇ ગયો હતો

બનાવ નિ વિગત મુજબ ફરીયાદીએ વેચાણ દસ્તાવેજ થિ  પ્લોટ નંબર ૨૯થી અને ૩૨ના ખરીદ કરેલ જેમાં પરવાનગી લઇ બાંધકામ કરેલ જે બાંધકામ ગેરકાયદેસર હોય તેવી આક્ષેપ વાળી અરજી કરિ અને બાંધકામ ન તોડવા બાબતે  કપિલાબેન પલ્કેશભાઇ પટેલ તથા તેઓના પતિ પલ્કેશભાઇ પટેલે  લાંચ પેટે ૫૦.૦૦૦ નિ માંગણી કરી હતી.ફરિયાદીને રૂપિયા આપવા ન હતા તેથી તેઓએ સુરત શહેર એસીપી  પો. સ્ટે લેખિતમાં ફરિયાદ આપતાં આજરોજ છટકાનું આયોજન કરેલ, જે  છટકા દરમિયાન પલ્કેશ પટેલે તેના માણસને લાંચ નિ રકમ લેવા  મોકલેલ જે લાંચ નિ રકમ લેતા હિતેષ મનુભાઇ પટેલ એસીબી પોલીસના હાથે  ઝડપાઇ ગયેલ કોર્પોરેટર કપિલા પલ્કેશ પટેલ અને તેઓના પતિ પલ્કેશ પટેલ ની શોધખોળ કરતાં મળી આવેલ ન હતા અને ફરાર થઇ ગયેલ