Back

જળ જમીને અને જંગલના સંરક્ષણ માટે બલિદાન આપનાર આદિવાસીઓ આજે રોડ ઉપર

અહેવાલ સમ્રાટ બૌદ્ધ

દેશમાં આજે જ્યાં જુઓ ત્યાં તાનાશાહીનો માહોલ જોવા મળી રહ્યો છે . જ્યાં CAB, NRC બિલનો પૂર્વોત્તર સહિત ભારતના અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આદિવાસી લોકો વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું એ બીલથી આદિવાસીઓની રોજગારી સહિતના અધિકારો છીનવાઈ જવાની તૈયારીઓ છે. ત્યારે આદિવાસીઓની જળ, જમીન અને જંગલનું પતન થવાની પૂર્ણપણે શક્યતાઓ છે પરંતુ સસરકારને માત્રને માત્ર તાયફાઓ કરવા અને પોતાની વાહ વાહી કરાવવામાં જ રસ છે. કેવળિયાની આજુબાજુમાં રહેતા આદિવાસી વિસ્તારોમાં આ બીલથી ખૂબ જ મોટા પ્રમાણે નુકશાન થશે જે બાબત સરકાર ભલીભાતી જાણે છે છતાં પણ આદિવાસીઓના હક અધિકારો છીનવી સરકારને મોટું થવું છે. આદિવાસીઓને હેરાન પરેશાન કરીને સરદાર સાહેબને ક્યારેય સમ્માન આપી નહીં શકે. આ બધા ઢોંગ કરીને લોકોને ગુમરાહ કરવાના પેતરા છે.

 

બીજી બાજુ પોતાને મેઈન સ્ટ્રીમ મીડિયા કહેતા ગુજરાતના મીડિયા આદિવાસીઓના હકમાં એક પણ સમાચારને સ્થાન નથી આપ્યું. કેટલાય દિવસથી આદિવાસી સમાજના આગેવાન પ્રફુલ વસાવા સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલન કરી રહ્યા છે અને આજે કેવળિયા થી ગાંધીનગર યાત્રા દ્વારા સરકાર સામે આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે છતાં પણ મીડિયાને બસ સરકારના પ્રાયોજિત કાર્યોને જ બતાવવામાં રસ છે. આ આદિવાસી સમાજનાં હકો છીનવાઈ રહ્યા છે એને 1 % પણ મહત્વ આપવામાં આવ્યું નથી. 

સામે વિરોધ પક્ષમાં બેઠેલા આંતરિક ભાજપના નેતાઓ પણ આ મુદ્દે મોઢામાં મગ ભરીને બેઠા છે. ગુજરાતમાં હવે તો એવું જ લાગે છે કે માત્રને માત્ર દેખાવો કરવા માટે જ પક્ષ વિપક્ષ છે બાકી આંતરિક તો બંને એકજ છે. એક બીજા કહે એટલું કરવાનું બાકી લાખો આદિવાસીઓના હક છીનવાતા હોય અને કોંગ્રેસના નેતાઓને ખબર પણ ના હોય એ શક્ય જ નથી. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સિવાય આ મુદ્દે કોઈ બોલ્યું કે સમર્થન આપ્યું જ નથી. બાકી આદિવાસી સમાજના 27 અને અનુસૂચિતજાતિના 13 ધારાસભ્યો છે છતાં કોઈ એક પણ ધારાસભ્ય આ બાબતે સરકારને ઘેરી નથી ઉલટાનું દૂર ભાગી રહ્યા છે. ત્યારે જ કહેવું પડે છે કે 

ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ.... આદિવાસીઓના હક અધિકારોની લડાઈમાં કહેવાતું મેઈન સ્ટ્રીમ મીડિયા તો ખબર નહીં આપે પણ આપણે જેટલાં પણ મિત્રો સોશ્યિલ મીડિયા વાપરે છે એ લોકોએ સોશ્યિલ મીડિયા, ટ્વિટર, ફેસબૂક વોટ્સઅપના માધ્યમથી સપોર્ટ કરવો જોઈએ અને આદિવાસી સમાજને ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે સરકારને ઘેરતા રહેવું પડશે...

 

 

 

 

 

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..