Back

રખાપુર ખાતે નાગણેશ્વરી માતાજી તથા હરસિદ્ધ માતાજી ની વર્ષ તિથિની ઉજવણી કરવામાં આવી બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અહેવાલ ભરતસિંહ ઠાકોર મેઘરજ વાત્સલ્ય ન્યૂઝ પ્રેસ રિપોર્ટર

મેઘરજ તાલુકાના રખાપુર મુકામે કુળદેવી નાગણેશ્વરી માતાજી તથા કુળદેવી હરસિદ્ધિ માતાજી ની આજે વર્ષ તિથિની ઉજવણી વાજતે ગાજતે આનંદ-ઉત્સાહથી ઉજવવામાં આવી હતી દર વર્ષે ઉજવાતો આ પાવન અવસર રખાપુર ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવે છે નગર શોભાયાત્રા ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે માતાજીતથા ભાથીજી મહારાજ  ના ધુમ ગીતો વગાડવામાં આવ્યા હતા આજુબાજુના વિસ્તારમાંથી વધુ સંખ્યામાં લોકો ઉમટયાં હતા સાથે પધારેલા મહેમાનગણ તથા હરિભક્તો ગ્રામજનો સાથે ભરપૂર આનંદ લીધો હતો દિવસ દરમિયાન માતાજીની નગર શોભાયાત્રા નાગણેશ્વરી માતાજીના મંદિરેથી લઈને ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં હનુમાનજી દાદા તથા ગણેશ ભગવાનની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી બ્રાહ્મણ વિધિ અનુષ્ઠાન માં  ત્રિવેદી રાકેશકુમાર શિવશંકર, શાસ્ત્રી મહેશભાઈ ,ત્રિવેદી કનુભાઈ પૂજાદાદા ના વરદ હસ્તે કરવામાં આવી હતી અગાઉ દિવસ દરમિયાન રાત્રે ભજનભાવ નું આયોજન કરવામાં આવ્યું તથા આજરોજ દિવસ દરમિયાન માં નગર શોભાયાત્રા સાથે દેવોનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રસાદીનું વિતરણ થયું હતું રખાપુર ગ્રામજનો પર અખૂટ કૃપા બની રહે તેવી શ્રદ્ધા સાથે રખાપુર ગામના ઠાકોર ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી અવસર ઉજળો કર્યો હતો

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..