Back

પાવાગઢ ખાતે પંચમહોત્સવને પુર્વ હેરિટેજ વોકનુ આયોજન કરાયુ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




સુપ્રસિદ્ધ યાત્રાધામ  અને ઐતિહાસિક વારસો ધરાવતા વર્લ્ડ હેરિટેજ પાવાગઢ ખાતે યોજાનારા પંચમહોત્સવ નો આજ થી વિધિવત રીતે પ્રારંભ કરાયો હતો જેમાં ગુરુવારે સવારે  જિલ્લા કલેકટરના વરદ હસ્તે હેરિટેજ વૉક ને લીલીઝંડી બતાવી પંચમહોત્સવના પ્રચાર પ્રસારનો આરંભ કરાયો હતો.      ઐતિહાસિક સ્થાપત્યો પૈકી એક મિનાર થી હેરીટેજ વૉક ની શરૂઆત કરાઈ હતી જેમાં પાવાગઢ ખાતે આવેલ વિવિધ ઐતિહાસિક સ્થાપત્યો પર રહી હેરિટેજ વૉક વડા તળાવ ખાતે આવેલ ઐતિહાસિક કબૂતર ખાનાના ચબૂતરા પર પહોંચી પૂર્ણ થઈ હતી.

  આ પ્રસંગે જિલ્લા કલેટકટર, હાલોલ પ્રાંત અધિકારી, હાલોલ મામલતદાર, પુરાતત્વ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા તેમજ હાલોલ તાલુકા અને પાવાગઢના વહીવટી  તંત્રના કર્મચારીઓ અને પાવાગઢની સ્કૂલ ના 500 જેટલા બાળકો હેરિટેજ વૉકમાં જોડાયા હતા.

     ગુજરાતમાં  સૌપ્રથમ હેરિટેજ સાઈટ ની સિદ્ધિ પ્રાપ્ત કરનાર ઐતિહાસિક વિશ્વ વિરાસત અને યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી દિવસોમાં યોજાનાર પંચમહોત્સવના વિવિધ કાર્યક્રમોનો તા.12/12/2019 ગુરુવારથી વિધિવત શુભારંભ જિલ્લા કલેકટરના વરદ હસ્તે કરાયો હતો જેમાં એક માસ સુધી ચાલનાર પંચમહોત્સવના વિવિધ કાર્યક્રમોના પ્રચાર પ્રસાર અંતર્ગત ગુરુવારે સવારે 9 કલાકે હેરિટેજ વૉક નો આરંભ ઐતિહાસિક સ્થાપત્ય એક મિનાર થી જિલ્લા કલેકટર સાહેબે કરાવ્યો હતો જેમાં હેરિટેજ વૉકને લિલી ઝંડી બતાવી હેરિટેજ વૉક ની શરૂઆત એક મિનાર થી કરાઈ હતી જે હેરિટેજ  વૉક એક મિનાર થઈ ઐતિહાસિક સ્થાપત્યો જેવા કે હેલિકેવ વાવ,સીટી ગેટ, થઈ ચાંપાનેર ગામમાં શહેરી મસ્જિદ થઈ જામી મસ્જિદ રહી વડા તળાવ ખાતે આવેલ ઐતિહાસિક સ્થાપત્ય કબૂતર ખાના ખાતે પહોંચી હતી જયાં હેરિટેજ વૉકની પુર્ણાહુતી કરાઈ હતી આ હેરિટેજ વૉકમાં પાવાગઢની સ્કૂલોના 500 ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત સ્ટાફ જોડાયો હતો જ્યારે જિલ્લા વહીવટી તંત્ર, તેમજ હાલોલ તાલુકા વહીવટી તંત્ર, પાવાગઢ સ્થાપત્યોની જાણવણી કરતા પુરાતત્વ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

    પાવાગઢની તળેટીમાં આવેલ વડા તળાવ ખાતે યોજાનાર પંચમહોત્સવની તડામાર તૈયારીઓ આરંભાઇ રહી છે ત્યારે  વિવિધ પ્રોગ્રામો થકી વિશ્વ વિરાસત ઐતિહાસિક સ્થાપત્યોની જાહોજલાલી નો પ્રચાર પ્રસારનો પણ મોટા પાયે આરંભ કરાયો છે ગુજરાત સહિત દેશ અને દુનિયામાં થી પધારતા પર્યટકોને આકર્ષવા અને પાવાગઢને  પર્યટનધામ તરીકે બહોળી પ્રસિદ્ધિ મળે તે માટે એક માસ માટે પંચમહોત્સવના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનો  વિધિવત આરંભ ગુરુવાર થી  થઈ ચૂક્યો છે જેમાં આગામી દિવસો માં હેરિટેજ વૉક,સ્થાપત્ય ફોટો ગ્રાફી,બાયસીકલ રેલી, સાક્લોથોન,હેરિટેજ ટુર,બર્ડ વૉચિંગ, પીલીગ્રેમેજ  ટુર, નેચરલ ટ્રાયલ,સ્ટાર ગેજિંગ, સહિતના વિવિધ કાર્યક્રમો એક માસ સુધી ચાલશે તેમજ વડા તળાવ ખાતે પંચમહોત્સવની શાનદાર ઉજવણી લોક ગીત સંગીત ના પાંચ દિવસીય પ્રોગ્રામમાં ગુજરાત સહિતનાં નામાંકિત કલાકારો દ્વારા શ્રોતાજનોને ગુજરાતી લોકગીતો દેશી અને મોર્ડન  ગીત સંગીતની શુરાવલીઓ વ્હાવડાવશે જ્યારે પ્રવાસીઓને રહેવા ટેન્ટ સીટી સહિત ની તમામ રોમાંચક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે જયારે જયારે લોક મેળામાં ચકડોળો, રાઈડો, ઝુલાઓ,તેમજ ખાણાંપીણાંના સ્ટોલો, વિવિધ કલાત્મક વસ્તુઓના સ્ટોલો સહિતના સ્ટોલો પણ ઉભા કરવામાં આવશે.એક માસ સુધી ચાલનારા પંચમહોત્સવને માણવા તેમજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ગુજરાત સહિત દેશ વિદેશ ના પર્યટકો પણ ઉમટી પડશે.

   જયારે હાલોલ, કાલોલ,ગોધરા,વડોદરા, સહિતના આસપાસના ગામો શહેરોના લાખો લોકો પંચમહોત્સવની મજા માણવા ઉમટી પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..