Back

કાલોલ માં તાલુકા કક્ષા ની બાળ સુરક્ષા સમિતિની રચના સંપન્ન.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




કાલોલ તાલુકા પંચાયત માં ગુરુવારે તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન ચૌહાણ ની અધ્યક્ષતા માં એક મિટિંગ  મળી જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના (icps)ના અસરકારક અમલ માટે સરકાર ના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ તા ૨૧/૯/૨૦૧૬ વાંચી ઠરાવ મુજબ ગુજરાત જુવેનાઈલ જસ્ટિસ રૂલ્સ માં તાલુકા કક્ષાએ  બાળ સુરક્ષા સમિતી ની રચના, ઉદેશ, કામગીરી ની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેની વિચારણા ને અંતે તાલુકા બાળ સુરક્ષા સમિતી ની રચના કરી જેમાં પ્રમુખપદ પુષ્પાબેન ચૌહાણ, સભ્ય સચિવ તરીકે ટી.ડી.ઓ સેજલબેન સંગાડા તથા સી.ડી.પી.ઓ તથા તાલુકા હેલ્થ ઓફિસર,તાલુકા શિક્ષણ ઓફિસર,સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ખાનગી એન.જી.ઓ  સહિત કુલ ૧૧ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..